Today News

hardik pandya, વેલેન્ટાઈન્સ ડે પર Natasa Stankovic સાથે ધામધૂમથી લગ્ન કરશે Hardik Pandya, મમ્મી-પપ્પાને પરણતા જોશે નાનકડો અગસ્ત્ય – hardik pandya and natasa stankovic to marry in udaipur on valentines day

hardik pandya, વેલેન્ટાઈન્સ ડે પર Natasa Stankovic સાથે ધામધૂમથી લગ્ન કરશે Hardik Pandya, મમ્મી-પપ્પાને પરણતા જોશે નાનકડો અગસ્ત્ય - hardik pandya and natasa stankovic to marry in udaipur on valentines day


ભારતીય ક્રિકેટ ટીમમાંથી વધુ એક ક્રિકેટર લગ્નના તાંતણે બંધાવા તૈયાર છે. આ ક્રિકેટર બીજી વખત લગ્ન કરી રહ્યો છે. જી હા, ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથે જ બીજીવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે કોરોનાકાળ દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. 2020માં કરેલા કોર્ટ મેરેજ બાદ હવે હાર્દિક અને નતાશા ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યા છે. હાર્દિક અને નતાશા વેલેન્ટાઈન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિવાજો પ્રમાણે લગ્ન કરવા છે. લગ્ન માટે કપલે ઉદયપુર પર પસંદગી ઉતારી છે.

હાર્દિક-નતાશાના લગ્ન માટે પરિવાર ઉત્સુક

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, કપલ ક્રિશ્ચન રિવાજો પ્રમાણે લગ્ન કરવાનું છે. અહેવાલમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, “અગાઉ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કર્યા હતા. બધું જ ખૂબ ઉતાવળમાં થયું હતું. એટલે જ તેઓ ધામધૂમથી લગ્ન કરવા માગતા હતા. હવે જ્યારે લગ્નની ઘડી નજીક છે ત્યારે આખો પરિવાર ખૂબ ઉત્સાહિત છે.”

13-16 ફેબ્રુઆરી સુધી ચાલશે ફંક્શન્સ

રિપોર્ટ પ્રમાણે, હાર્દિક-નતાશાના વેડિંગ ફંક્શન 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. હાર્દિક-નતાશા ભલે ક્રિશ્ચન વેડિંગ કરવાના છે પરંતુ પ્રી-વેડિંગ ફેસ્ટિવલ્સ હિન્દુ રિવાજો પ્રમાણે થશે. એટલે કે, લગ્ન પહેલા પીઠી, મહેંદી અને સંગીત સેરેમની યોજાશે, તેમ સૂત્રોનું કહેવું છે. ગત વર્ષે નવેમ્બરથી જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નતાશાએ લગ્ન માટે ડોલ્ચે એન્ડ ગબાના (Dolce and Gabana)ના વેડિંગ ગાઉન પર પસંદગી ઉતારી છે.

મે 2020માં કર્યા હતા કોર્ટ મેરેજ

ઉલ્લેખનીય છે કે, 29 વર્ષીય હાર્દિક પંડ્યા અને 30 વર્ષીય નતાશા સ્ટેનકોવિકે 31 મે 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. કપલના દીકરા અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020ના રોજ થયો હતો. 1 જાન્યુઆરી 2020ના રોજ જ હાર્દિકે નતાશાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી.



Exit mobile version