Today News

hardik pandya, ગિલે છોડ્યો કેચ, પછી બાઉન્ડ્રી પર કુલદીપની કમાલઃ હાર્દિકના ચાર બોલમાં થયો ડ્રામા – india vs australia 3rd odi chennai drama in hardik pandyas over

hardik pandya, ગિલે છોડ્યો કેચ, પછી બાઉન્ડ્રી પર કુલદીપની કમાલઃ હાર્દિકના ચાર બોલમાં થયો ડ્રામા - india vs australia 3rd odi chennai drama in hardik pandyas over


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં ત્રીજી અને અંતમ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરિઝની બીજી વન-ડેમાં ભારતને 10 વિકેટ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. શરૂઆતમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન થોડું નિરાશાજનક રહ્યું હતું. પરંતુ બાદમાં હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી.

હાર્દિક પંડ્યાની ઓવરમાં થયો ડ્રામા
11મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બોલિંગની જવાબદારી સોંપી હતી. ઓવરના બીજો બોલ બાઉન્સર હતો જેના પર ટ્રેવિસ હેડે પૂલ શોટ ફટક્રાય હતો. બોલ ડીપ સ્ક્વેર લેગમાં ગયો હતો જ્યાં શુભમન ગિલ બેટિંગ કરી રહ્યો હતો. તેના માટે આ એક આસન કેચ હતો. પરંતુ શુભમન ગિલ કેચ કરી શક્યો ન હતો. કેચ તો છૂટ્યો હતો પરંતુ બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને ચાર રન મળ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડને જીવતદાન મળ્યું હતું.

ટ્રેવિસ હેડે ત્રીજો બોલ ડિફેન્ડ કર્યો હતો. જ્યારે ચોથા બોલ પર મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે બોલ મિડ ઓફના ઉપરથી ગયો હતો. બોલ યોગ્ય રીતે બેટ પર આવ્યો ન હતો. પરંતુ ફિલ્ડરથી બોલ દૂર રહ્યો હતો. હેડ અને માર્શે દોડીને બે રન લીધા હતા.

હાર્દિક પંડ્યાને અંતે મળી સફળતા
એક કેચ ડ્રોપ રહ્યો હતો અને એક મિસ ટાઈમ શોટ બાદ હાર્દિક પંડ્યાએ ટ્રેવિસ હેડની વિકેટ ઝડપી હતી. ઓવરના પાંચમાં બોલ પર હેડે પોઈન્ટના ઉપરથી શોટ ફટકાર્યો હતો. જ્યાં ડીપમાં કુલદીપ યાદવ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તેણે ગિલની જેમ ભૂલ કરી ન હતી અને કેચ કરી લીધો હતો. આમ ઓસ્ટ્રેલિયાને ટ્રેવિસ હેડના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. હેડે 31 બોલમાં બે સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી 33 રન નોંધાવ્યા હતા.

Exit mobile version