Harbhajan Singh,ચહલ-અર્શદીપને વર્લ્ડ કપ ટીમમાં સામેલ ન કરવા અંગે શું બોલ્યો હરભજન, જણાવ્યું ક્યાં રહી ગઈ ચૂક - harbhajan singh says chahal and arshdeep are missing in india's odi world cup squad

Harbhajan Singh,ચહલ-અર્શદીપને વર્લ્ડ કપ ટીમમાં સામેલ ન કરવા અંગે શું બોલ્યો હરભજન, જણાવ્યું ક્યાં રહી ગઈ ચૂક – harbhajan singh says chahal and arshdeep are missing in india’s odi world cup squad


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે, તેને આગામી વન-ડે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર અર્શદીપ સિંહની ખોટ સાલી રહી છે. ગત મંગળવારે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગી કરી હતી. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં હરભજન સિંહે કહ્યું હતું કે, મને લાગે છે કે ટીમમાં બે લોકો હોવા જોઈતા હતા. યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હોવાના કારણે અર્શદીપ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

તેણે કહ્યું હતું કે, જો તેને શરૂઆતમાં બે વિકેટ મળી હોત. હું એમ નથી કહેતો કે જમણા હાથના બોલરો આ કરી શકતા નથી પરંતુ ડાબા હાથના બોલરનો સચોટ એંગલ વિકેટ મેળવવામાં મદદરૂપ થાય છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનું ઉદાહરણ આપતા તેણે જણાવ્યું હતું કે, તમે જોઈ શકો છો કે શાહીન શાહ આફ્રિદી અને મિચેલ સ્ટાર્ક કેટલા અસરકારક સાબિત થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે મિચેલ સ્ટાર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા જ બોલ પર બ્રેન્ડન મેક્કુલમને આઉટ કર્યો હતો.

ચહલ વિશે બોલતા હરભજને કહ્યું હતું કે, ચહલ મેચ વિનર છે. તેણે અન્ય સ્પિનરો કરતાં વધુ વિકેટ લીધી છે. જો તે અન્ય કોઈ દેશ માટે રમી રહ્યો હોત, તો તે હંમેશા પ્લેઈંગ ઈલેવનમાં હોત. આટલું સાબિત કર્યા પછી તે ટીમમાં હોવો જોઈએ. જો હું ટીમ મેનેજમેન્ટનો ભાગ હોત તો હું ચોક્કસપણે તેને પસંદ કરત. આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારતીય ક્રિકેટ સારું કરે. આ ખેલાડીઓ વર્લ્ડ કપમાં અસરકારક સાબિત થયા હોત. ભારતને આ બંને ખેલાડીઓની ખોટ સાલશે.

હરભજનના મતે સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો ‘એક્સ ફેક્ટર’ બની શકે છે. તેણે કહ્યું હતું કે, સૂર્યકુમાર સંપૂર્ણ પેકેજ છે. તે જે રીતે બેટિંગ કરે છે, મને નથી લાગતું કે ભારતમાં તેના કરતા સારો બેટ્સમેન છે. તે જે રીતે પાંચ કે છ નંબરે બેટિંગ કરે છે, મને નથી લાગતું કે વિરાટ કોહલી, રોહિત શર્મા કે સંજુ સેમસન પણ તે કરી શકે.

તેણે ઉમેર્યું હતું કે, ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માની રહેશે. ઘણું વિરાટ અને રોહિત પર નિર્ભર રહેશે કારણ કે શ્રેયસ ઐય્યર હમણાં જ ઈજામાંથી પાછો ફર્યો છે. ઈશાન કિશન ફોર્મમાં છે. મને ખબર નથી કે લોકેશ રાહુલ રમશે કે નહીં. હાર્દિક પંડ્યાનો રોલ પણ મહત્વનો રહેશે. જો આ બધા સાથે મળીને સારી રીતે રમી શકે તો ઘણું સારું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *