IPL 2023: ઓપનિંગ સેરેમની બાદ ધોનીના પગમાં પડી ગયો અરિજીત સિંહ, કેમેરામાં કેદ થઈ આ ક્ષણ
હોટેલમાં ગુજરાત ટાઈટન્સની ટીમનું સ્વાગત
ગુજરાત ટાઈટન્સની જીત થતાં ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે હોટેલમાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની ઝલક દેખાડતો વીડિયો ફ્રેન્ચાઈઝીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે બાકીની ટીમ સાથે અંદર પ્રવેશે છે ત્યારે ત્યાં હાજર સૌ ચીચીયારી પાડે છે. પંડ્યા પણ અંદરનો નજારો જોઈને ખુશ થઈ જાય છે. ક્લિપમાં કેટલાક યુવાનોને ‘આવા દે…’ સોન્ગ પર ગરબા કરતાં જોઈ શકાય છે. કેપ્શનમાં લખ્યું છે ‘જીતની લાગણી #AavaDe #GTvCSK’. કોમેન્ટ સેક્શનમાં ફેન્સે તમામને અભિનંદન પાઠવ્યા છે. એક ફેને લખ્યું છે ‘આડકતરી રીતે એમએસ ધોની મેચ જીત્યો છે કારણ કે વિદ્યાર્થીની જીતમાં જ ગુરુની જીત હોય છે’, એક ફેને લખ્યું છે ‘હાર્દિક જેવું કોઈ નથી’. તો એકે ટીમના પર્ફોર્મન્સને શાનદાર ગણાવ્યું છે. અમુક યૂઝર્સે કેન વિલિયમસનની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યો છે. આ સિવાય કેટલાક ફેન્સે બ્લૂ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે.
ધોની પર કેવી રીતે હાર્દિક ભારે પડ્યો! ફ્રી હિટ અને મિડલ ઓર્ડરમાં આવી રીતે GTએ બાજી પલટી નાખી
રાશિદ અને રાહુલે મચાવ્યો તરખાટ
ગુજરાત ટાઈટન્સની ટીમ પર છેક સુધી દબાણ હતું. પરંતુ રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની જોડીએ કમાલ કરી હતી. દીપક ચહરની 19મી ઓવરમાં કુલ 15 રન આપ્યા હતા, જેમાં રાશિન ખાને એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અંતિમ ઓવરમાં જીત માટે 8 રનની જરૂર હતી ત્યારે રાહુલે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને 5 વિકેટથી મેચ જીતાડી હતી. રાશિદે 3 બોલમાં 10 તો રાહુલે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. આ બંને ગત એડિશનમાં પણ ચેઝ કરીને ગુજરાતને કેટલીક મેચ જીતાડી હતી. આ સીઝનમાં પણ આગળ આવુ જ કંઈક જોવા મળશે તેમ લાગી રહ્યું છે. આગામી મેચોમાં રાહુલ-રાશિદની જોડી ગુજરાત ટાઈટન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જણાવી જઈએ કે, GTની ટક્કર હવે દિલ્હી કેપિટલ્સ સાથે 4 એપ્રિલે થશે.
Read latest Entertainment News and Gujarati News