Today News

GT vs MI, GT vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે રોહિત શર્મા સહિત આ પાંચ ખેલાડીઓ જવાબદાર! ભારે પડી આ ભૂલો – gt vs mi these five players are the reason for mumbai indians defeat

રોહિત શર્મા


રોહિત શર્મા

મુંબઈ ઈન્ડિયન્સને મળેલી હારના મોટા કારણો પૈકીનો એક કેપ્ટન રોહિત શર્મા છે. દુનિયાના ટોપ બેટ્સમેનમાં સ્થાન પામનારો રોહિત શર્મા સતત બીજી પ્લેઓફ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સે મોટો સ્કોર ખડક્યો હતો ત્યારે ટીમને રોહિત પાસેથી સારી શરૂઆતની અપેક્ષા હતી.

પીયૂષ ચાવલા

પીયૂષ ચાવલા આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો છે. પરંતુ આ મેચમાં તેણે 15ની ઈકોનોમિનીથી રન આપ્યા હતા. તેની 3 ઓવરમાં બેટ્સમેનોએ 45 રન ફટકાર્યા હતા.

ક્રિસ જોર્ડન

4 ઓવરમાં 56 રન આપનારા ક્રિસ જોર્ડને ઈશાન કિશનને ઈજાગ્રસ્ત કર્યો હતો. ડેથ ઓવરમાં તે આખી સીઝનમાં ફેઈલ રહ્યો છે. ઈશાન ઘાયલ થવાના કારણે મુંબઈને પોતાની બેટિંગ લાઈન બદલવી પડી હતી.

વિષ્ણુ વિનોદ

ઈશાન કિશનના બદલે ટીમમાં વિષ્ણુ વિનોદને લેવામાં આવ્યો હતો. તે પોતાનો ટેમ્પો ના જાળવી શક્યો. ગ્રીન આઉટ થયા પછી રમવા ઉતરેલો વિષ્ણુ વિનોદ ખુલીને શોટ નહોતો રમી શક્યો અને તેના લીધે સૂર્યકુમાર યાદવ પર દબાણ વધ્યું હતું.

ટિમ ડેવિડ

ટિમ ડેવિડે પાવરપ્લેમાં શુભમન ગિલનો કેચ છોડ્યો હતો. જે બાદ તેણે 129 રન ફટકાર્યા હતા. ગુજરાતની ટીમ પાસે રાશિદ ખાન જેવો શાનદાર બોલર છે. ત્યારે 3 બોલમાં ડેવિડ ફક્ત 2 રન બનાવી શક્યો હતો.

Exit mobile version