Today News

gt did not play shivam mavi, GTએ આ ખેલાડીને 6 કરોડમાં ખરીદ્યો; રમવાની તક ન મળતા ડ્રિંક્સ લઈ જવામાં સિઝન પસાર થઈ – gt bought this player for 6 crores the season was spent carrying drinks with no chance to play

gt did not play shivam mavi, GTએ આ ખેલાડીને 6 કરોડમાં ખરીદ્યો; રમવાની તક ન મળતા ડ્રિંક્સ લઈ જવામાં સિઝન પસાર થઈ - gt bought this player for 6 crores the season was spent carrying drinks with no chance to play


અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ આજે તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ સામે ક્વોલિફાયર-2 રમવા જઈ રહી છે. ત્યારે IPL 2023માં હવે માત્ર 2 મેચો જ બાકી છે. ત્યારપછી 28 મેના દિવસે સિઝનને ચેમ્પિયન ટીમ મળી જશે. પરંતુ ગુજરાત ટાઈટન્સે હજુ 6 કરોડ રૂપિયામાં ખરીદેલા એક ખેલાડીને એકપણ મેચ રમવાની તક આપી નથી. તે ઈન્ડિયન ટીમનો પણ એક શાનદાર ખેલાડી તરીકે પ્રદર્શન કરી ચૂક્યો છે.

આ સિઝનમાં રમવાની એકપણ તક ન મળી
IPLની આ સિઝનમાં ગુજરાતની ટીમનો ભાગ બનેલા ફાસ્ટ બોલર શિવમ માવીને અત્યારસુધી ટીમ માટે એક પણ મેચ રમવાની તક મળી નથી. હરાજી દરમિયાન શિવમ માવીને ગુજરાતે 6 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ આ સિઝનમાં તે અત્યાર સુધી માત્ર બેન્ચ પર જ બેઠો જોવા મળ્યો છે. ચેન્નઈ, કોલકાતા અને રાજસ્થાનની ટીમોએ પણ શિવમને પોતાની ટીમમાં સામેલ કરવા માટે હરાજી દરમિયાન રસ દાખવ્યો હતો, પરંતુ ગુજરાત ટાઇટન્સે તેને સૌથી વધુ બોલી લગાવીને ખરીદ્યો હતો.

અંડર 19 વર્લ્ડ કપ પછી આઈપીએલમાં ચમક્યો
શિવમ માવીને 2018ના અંડર-19 વર્લ્ડ કપ પછી પહેલીવાર IPLની હરાજીમાં સામેલ કરવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તે સમયે માવી માટે ત્રણ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારબાદ 2022માં યોજાયેલા મેગા ઓક્શનમાં શિવમ માવીને KKR દ્વારા ફરીથી 7.25 કરોડમાં ખરીદાયો હતો. પરંતુ તે સિઝનમાં શિવમ માવીએ 10.32ની ઈકોનોમીમાં રન ખર્ચીને 6 મેચમાં માત્ર 5 વિકેટ લીધી હતી. જે બાદ KKRએ તેને રિલિઝ કરી દીધો હતો.

ટીમ ઈન્ડિયામાં પણ રમવાની તક મળી
શિવમ માવીએ આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામેની હોમ સિરીઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માવીએ અત્યાર સુધી 6 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 17.57ની એવરેજથી 6 વિકેટ લીધી છે, જેમાં તેનો ઈકોનોમી રેટ 8.78 છે. તે જ સમયે, શિવમ માવીએ IPLમાં કુલ 32 મેચ રમીને 30 વિકેટ લીધી છે.

Exit mobile version