ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલી વધી, સ્ટાર બેટર ભારત સામેની સિરીઝમાંથી થયો બહાર
ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાને ચેતવણી
ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે ‘રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણમાંથી કોઈ એકને બેવડી સદી ફટકારવાની હતી, તો તમને યાદ હશે કે તેમણે આમ કર્યું હતું, જ્યારે ભારત હારના આરે હતું. એક ખેલાડીએ 281નો સ્કોર ખડક્યો હતો તો બીજાએ ફોલોઓન બાદ 180 રન કર્યા હતા અને આમ ભારત સીરિઝ જીત્યું હતું. આવું થઈ ચૂક્યું છે. તેથી, તમે તેને ગણી શકો નહીં પરંતુ ટેકનિકલ રીતે ઘણા મુદ્દા હતા’.
રોહિત શર્મા અંગે આપ્યું મોટું નિવેદન
ભારત 4-0થી સીરિઝ જીતી શકશે તેવી ભવિષ્યવાણી કરવી ઉતાવળભરી રહેશે તેમ ગૌતમ ગંભીરે કહ્યું અને જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેને બંને મેચમાં સંઘર્ષ કર્યો છે. તેમણે રોહિત શર્માની કપ્તાની અંગે પણ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે તે કંઈ નવું કરી રહ્યો નથી, વિરાટ કોહલીએ જે ટીમ બનાવી હતી તેને લઈને આગળ વધી રહ્યો છે. ‘કોહલી જ્યારે ટેસ્ટ ટીમની કપ્તાની કરી રહ્યો હતો ત્યારે તેણે અદ્દભુત કેપ્ટનશિપ કરી હતી અને રોહિત તે જ ટેમ્પલેટને અનુસરી રહ્યો છે. પ્રામાણિકતાથી કહું તો, રોહિતે પોતાની ટેમ્પલેટ નથી બનાવી, કોહલીએ જે રીતે અશ્વિન અને જાડેજાને મેનેજ કર્યા તેમ રોહિત કરી રહ્યો છે. બંનેની સરખી કેપ્ટનશિપ છે’.
શું ઈન્ડિયન ટીમનો સ્ટાર બોલર જાડેજાથી નારાજ છે? સિરીઝ વચ્ચે આ નિવેદનથી વિવાદ થઈ શકે!
4 મેચની સીરિઝમાં ભારત 2-0થી આગળ
ભારતે હાલ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી બે મેચ જીતી લીધી છે અને નવી દિલ્હીમાં છ વિકેટની જીત સાથે ચાર મેચોમાં 2-0થી આગળ છે. સીરિઝની બે મેચ અનુક્રમે ઈન્દોર અને અમદાવાદમાં રમાશે. વધુ એક જીતથી ભારત સતત બીજીવાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી જશે, જે સાત જૂનથી લંડનના ધ ઓવરમાં યોજાશે.
Read latest Cricket News and Gujarati News