Today News

Fastest century by Nicholas pooran, નિકોલસ પૂરને 40 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો, ગેલ-ડિવિલયર્સ પણ આવું નથી કરી શક્યા – nicholas pooran made history by scoring a century in 40 balls

Fastest century by Nicholas pooran, નિકોલસ પૂરને 40 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો, ગેલ-ડિવિલયર્સ પણ આવું નથી કરી શક્યા - nicholas pooran made history by scoring a century in 40 balls


અમેરિકાઃ મેજર લીગ ક્રિકેટ 2023ની ફાઈનલ મેચ MI ન્યૂયોર્ક અને સિએટલ ઓર્કાસ વચ્ચે 31 જુલાઈ સોમવારે રમાઈ હતી. જેની ફાઈનલ મેચમાં જો કોઈ ખેલાડીએ સૌથી વધુ ચર્ચાઓ મેળવી હોય તો એ છે નિકોલસ પૂરન. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં તેણે ફાઈનલમાં પોતાની ટીમ MI ન્યૂયોર્ક માટે શાનદાર ઈનિંગ રમી હતી. 16 બોલમાં ફિફ્ટી પૂરી કર્યા પછી તેણે 40 બોલમાં સદી ફટકારી મોટો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. આ સદીની સાથે જ તેણે ઈતિહાસ બનાવી દીધો છે.

નિકોલસ પૂરને રચી દીધો ઈતિહાસ
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને વિસ્ફોટક વિકેટકીપર બેટર નિકોલસ પૂરને MLC 2023ની ફાઈનલ મેચમાં 40 બોલમાં સદી ફટકારી દીધી છે. આની સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે. તે ટી20 ફ્રેન્ચાઈઝી લીગ ક્રિકેટની ફાઈનલમાં સૌથી ફાસ્ટ સદી પૂરી કરનારો ખેલાડી પણ બની ગયો છે. આ કામ મોટા મોટા દિગ્ગજો પણ નથી કરી શક્યા. ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ પણ નથી કરી શક્યા. પૂરને કુલ 55 બોલમાં 249ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અણનમ 137 રન કર્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા માર્યા હતા.

MI ન્યૂયોર્કે ઓપનિંગ સિઝનમાં ટાઈટલ જીત્યું
તમને જણાવી દઈએ કે લીગ ક્રિકેટની આ પહેલી ઓપનિંગ સિઝન હતી. જેમાં MIએ પહેલી સીઝનમાં જ ટાઈટલ જીતી લીધું છે. તેણે ફાઈનલમાં નિકોસલ પૂરનની ઇનિંગના પરિણિતા 184 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં પાર પાડી લીધો હતો અને 7 વિકેટથી સિએટલ ઓર્કાસને હરાવી દીધું હતું.

આના સિવાય બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ અને લેગ સ્પિનર રાશીદ ખાને પણ 3-3 વિકેટ લીધી હતી. વળી પૂરને તેની આ ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનું ટાઈટલ પણ જીત્યું છે. નિકોલસ IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમે છે.

Exit mobile version