Erin holland video viral, મેચ પહેલા કોમેન્ટેટરે ક્રિકેટરની પત્નીને ઉંચકી લીધી, દર્શકો બે ઘડી જોતા રહી ગયા - before the match the commentator lifted up the cricketers wife the audience also get shocked

Erin holland video viral, મેચ પહેલા કોમેન્ટેટરે ક્રિકેટરની પત્નીને ઉંચકી લીધી, દર્શકો બે ઘડી જોતા રહી ગયા – before the match the commentator lifted up the cricketers wife the audience also get shocked


દિલ્હીઃ પ્રિ મેચ શોમાં અવાર નવાર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી દેતી હોય છે. તેવામાં IPL હોય કે પછી અન્ય કોઈપણ લગી. કોમેન્ટેટર્સની મજાક મસ્તી દર્શકોને સારુ એવું મનોરંજન પુરૂ પાડે છે. તેવામાં અત્યારે પાકિસ્તાન સુપર લીગ 2023 પણ ઘણી ચર્ચામાં આવતી રહે છે. જોકે તેની મેચો એટલી રસપ્રદ નથી જઈ રહી પરંતુ કિસ્સાઓ એવા જ ઘટી રહ્યા છે. ક્યારેક કેમેરા સામે કોઈ ખેલાડી બીજાના ગાલ ખેંચી જતુ રહે તો ક્યારેક કોમેન્ટેટર મજાકમાં ક્રિકેટરની પત્નીને ઉંચકી લે. આવી જ એક ઘટના અત્યારે ઘણી વાઈરલ થઈ રહી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતવાર

લીગમાં ક્રિકેટરની પત્નીને કોમેન્ટેટરે ઉંચકી લીધી
સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોમાં પાકિસ્તાન સુપર લીગ 2023માં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગની પત્ની ચર્ચાઓમાં છે. તેની પત્ની એરિન હોલેન્ડ ઘણી સુંદર છે અને એન્કરિંગ કરે છે. તેવામાં એક પ્રિમેચ શો દરમિયાન તે પ્રેઝેન્ટર તરીકે જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કટિંગની પત્ની જ્યારે મેચ પહેલાના શોને હોસ્ટ કરી રહી હતી ત્યારે કોમેન્ટેટર ડેની મોરિસન અચાનક કેમેરા સામે આવી ગયો હતો.

તેણે મજાક મસ્તીના હળવા મૂડમાં એરિન સાથે વાતો પણ કરી હતી. આ દરમિયાન કેમેરા સામે જ અચાનક ડેની મોરિસન આવ્યો અને એરિનને ઉંચકી લીધી હતી.

ઉંચક્યા બાદ કોમેન્ટેટર ફેર ફુદરડી પણ ફર્યો
વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરિન હોલેન્ડને ઉંચક્યા બાદ કોમેન્ટેટર ડેની મોરિસન ગોળ ગોળ ફેર ફુદરડી પણ ફરવા લાગ્યો હતો. આ વીડિયોમાં બંને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. જોકે આ અંગે ઓસ્ટ્રેલિયન ખેલાડીની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

એરિને પણ વીડિયો શેર કર્યો
એરિન અને મોરિસનનો આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. એરિને વીડિયો શેર કરતા સમયે મોરિસનને અંકલ પણ કહ્યો. છેલ્લા કેટલાક દિવસો પહેલા એરિન અને બેન કટિંગનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે તેના પતિને કિસ કરતી જોવા મળી રહી હતી. પરંતુ આ વીડિયોમાં શોએબ મલિક ચર્ચામાં આવી ગયો હતો. નોંધનીય છે કે જ્યારે એરિન તેના પતિને કિસ કરી રહી હતી ત્યારે અચાનક શોએબ મલિક વચ્ચે આવી જાય છે અને વાતો કરવા લાગે છે.

પતિનું ફોર્મ ખરાબ એટલે ટીમથી બહાર
પાકિસ્તાન સુપર લીગની વાત કરીએ તો આ સિઝનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તે યોગ્ય સ્કોર નોંધાવી ન શકતા ટીમથી બહાર થઈ ગયો છે. કરાચીની ટીમમાંથી આ ટૂર્નામેન્ટમાં કટિંગે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. જેમાંથી સૌથી વધુ તેણે એક ઈનિંગમાં માત્ર 20 જ રન કર્યા છે. આ કારણોસર તેને ટીમમાંથી બહાર કરી દેવાયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *