તેમણે ઐતિહાસિક નિર્ણય વિશે લખ્યું છે કે, “મહિલા કેટેગરીને પુરુષ ટીમની સમાન મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ (15 લાખ), ODI (6 લાખ), T20 (3 લાખ) મળશે. વતનની સમાનતા અમારી મહિલા ક્રિકેટરો માટે મારી પ્રતિબદ્ધતા હતા અને મેં એપેક્સ કાઉન્સિલનો તેના સમર્થન માટે આભાર માનું છું. જય હિંદ.”
આ સાથે જ ભારતીય ક્રિકેટ બોર્ડે વર્લ્ડ ક્રિકેટ ટીમને મોટો મેસેજ આપ્યો છે. તેઓ મહિલાઓ અને પુરુષ ક્રિકેટરોને બરાબર મેચ ફી આપનારું બીજુ બોર્ડ બની ગયું છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે આ વર્ષે જૂલાઈમાં આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ પછી આશા છે કે દુનિયાભરના ક્રિકેટ બોર્ડ તેને અપનાવશે.
આ નિર્ણયની શું અસર થશે?
આ ક્રાંતિકારી નિર્ણયની સીધી અસર મહિલા ક્રિકેટ પર પડશે. તેની ઝડપથી પ્રગતિ થશે, અને ક્રિકેટમાં રહેલા માત્ર પુરુષોના વર્ચસ્વનો અંત લાવી શકાશે. આ પહેલા BCCI દ્વારા મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગ શરુ કરવાની પણ જાહેરાત કરી હતી. મહિલાઓને ક્રિકેટ રમવા અંગે વધુ પ્રોત્સાહન પણ મળશે.