E-KYC નહીં કરાવે તે ખેડૂતોના હવે પછીના 2000 રૂપિયા નો હપ્તા નહીં મળે, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

E-KYC નહીં કરાવે તે ખેડૂતોના હવે પછીના 2000 રૂપિયા નો હપ્તા નહીં મળે, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.



પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ( PM KISAN) હેઠળ ખેડૂતો ને દર વર્ષ ૨૦૦૦ ના ૩ હપ્તામાં કુલ રૂ.૬૦૦૦ ની સહાય કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તે તમામ ખેડૂતો એ ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધી E-KYC ફરજિયાત કરાવવાનું રહેશે. જો ખેડૂતો E-KYC નહિ કરાવે તો તેમણે હવે પછીના હપ્તા બંધ થઈ જશે.

ઘણા બધા ખેડૂતો ને ૧૧ માં હપ્તો નથી આવ્યો તેનું કારણ પણ એક E-KYC નથી કરાવ્યું તે છે કઇ રીતે કરવું E-KYC.

E-KYC નહીં કરાવે તે ખેડૂતોના હવે પછીના હપ્તા નહીં મળે

આ યોજનામાં E-KYC તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો. મોબાઈલ થી E-KYC કરવા માટે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિન્ક હોવો જરૂરી છે.

તમે તમારા મોબાઇલમાં ગૂગલ સર્ચ માં જાઓ ત્યાં જઈને PM KISAN GOV. IN સર્ચ કરો ત્યારબાદ તે વેબસાઇટ ખૂલી જશે.

હવે તમારે Farmers corner માં પ્રથમ કોલમ ekyc new ઉપર કલીક કરો ત્યારબાદ આધારકાર્ડ નંબર નાખી અને Search પર ક્લિક કરો હવે આધારકાર્ડ સાથે લિન્ક હોય તે મોબાઈલ નંબર નાખો હવે તે નંબર પર OTP આવશે ત્યારબાદ ફરીથી આધારકાર્ડનો OTP આવશે એ નાખવાનો રહેશે અને છેલ્લે Submit પર ક્લિક કરવાનું રહેશે.

સબમિટ કર્યા બાદ EKYC hass been Succeful લખેલું આવશે એટલે તમારું E-kyc થઈ ગયું છે. Ekyc ના કારણે હવે બાકી રહેલા હપ્તા હવે પછીના હપ્તા ની સાથે સમયસર આવી જશે.

જો તમારા મોબાઈલ માંથી E-KYC ના થતું,આધારકાર્ડ સાથે મોબાઈલ લિન્ક ના હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત માંથી E-KYC કરી લેવું.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *