dog in cricket ground, IPL 2023: શ્વાનના કારણે મેચ મોડી શરૂ થઈ, 12 લોકો મળીને પણ પકડી ન શક્યા - ipl 2023 csk vs lsg match delayed because of dog

dog in cricket ground, IPL 2023: શ્વાનના કારણે મેચ મોડી શરૂ થઈ, 12 લોકો મળીને પણ પકડી ન શક્યા – ipl 2023 csk vs lsg match delayed because of dog


ચેન્નઈઃ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રણ સીઝન પછી ચેન્નઈ કિંગ્સની ટીમનું પુનરાગમન થયું. ફેન્સ પોતાની ફેવરિટ ટીમને ઘરેલુ મેદાન પર જોવા ઉત્સુક હતા. લખનૌની સામે ટોસ જીતીને સીએસકે બેટિંગ કરવા તૈયાર હતી. બંને બેટ્સમેન ક્રીઝ પર પહોંચી ગયા હતા, પરંતુ મેચ શરૂ ન થઈ શકતી ન હતી. ટીવી પર અમ્પાયર્સ એકબીજાનું મોં જોતા જોવા મળી રહ્યા હતા. ટીવી પર નજર રાખીને બેઠેલા ફેન્સ એ જાણવા ઉત્સુક હતા કે આખરે મેચમાં મોડું કેમ થઈ રહ્યું છે. ત્યારે જ કેમેરામેને એક શ્વાન પર કેમેરો ફોકસ કર્યો, જે મેદાનમાં દોડી રહ્યો હતો.

આ ડોગીને પકડવા માટે ઓછામાં ઓછા એક ડઝન લોકો પણ તેની પાછળ દોડી રહ્યા હતા, પરંતુ ઘણી વાર સુધી આ ડ્રામા ચાલતો રહ્યો. આ દરમિયાન ડગ આઉટમાં બેઠેલા પ્લેયર્સ હસી-હસીને લોટપોટ થઈ ગયા. સ્ટેન્ડ્સમાં બેઠેલા ફેન્સ મોબાઈલથી વિડીયો બનાવવા લાગ્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

આ મેદાન પર પહેલા પણ ઘૂસ્યો શ્વાન
જોકે, પ્રાણીઓનું આ રીતે લાઈવ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસવું કોઈ નવી વાત નથી. આ મેદાન પર ગત મહિને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે દરમિયાન પણ એક શ્વાન ઘૂસી આવ્યો હતો. 43મી ઓવરમાં જ્યારે કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક શ્વાન અચાનક ઘૂસ્યો અને મેદાનના ચક્કર મારવા લાગ્યો હતો. ઘણી જહેમત પછી એ શ્વાસ સુરક્ષાકર્મીઓના હાથમાં આવ્યો હતો.

ગુવાહાટીમાં સાપ નિકળ્યો હતો
આ પહેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગત વર્ષે રમાયેલી મેચમાં તો સાપ નિકળ્યો હતો. જંગલોની વચ્ચે બનેલા ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં સાપ નીકળ્યા બાદ પ્લેયર્સમાં ભય ફેલાઈ ગયો હતો. રાહતની વાત એ હતી કે, ત્યારે કોઈ પ્લેયરને સાપે કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *