Today News

dinesh karthik injured, T20 WC: સાઉથ આફ્રિકા સામે પરાજય બાદ ભારતને વધુ એક ફટકો, ટીમની ચિંતાઓ વધી – t20 world cup 2022 dinesh karthik has back spasms doubtful for match against bangladesh

dinesh karthik5


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 31 Oct 2022, 4:49 pm

T20 World Cup: દિનેશ કાર્તિકને જે ઈજા થઈ છે તેનું પ્રાથમિક કારણ વધારે પડતું ઠંડુ હવામાન હોઈ શકે છે. જોકે, કાર્તિકની ઈજા કેટલી ગંભીર છે તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આ પ્રકારની ઈજા હવળી હોય તો તેને સાજી થવામાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગે છે. કાર્તિકને લોઅર બેકમાં દુખાવો થયો હતો.

 

હાઈલાઈટ્સ:

  • સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં વિકેટકીપર દિનેશ કાર્તિકને પીઠમાં ઈજા થઈ હતી
  • પીઠની ઈજાના કારણે દિનેશ કાર્તિક બુધવારે બાંગ્લાદેશ સામેનો મુકાબલો ગુમાવી શકે છે
  • દિનેશ કાર્તિકના સ્થાને રિશભ પંતને અંતિમ ઈલેવનમાં તક મળી શકે છે
ટી20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે વિજય બાદ ટીમનો આ પ્રથમ પરાજય હતો. આ મેચ બાદ રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને વધુ એક ફટકો પડ્યો હતો. ભારતના અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકને પીઠમાં ઈજા થઈ છે અને તેના કારણે બુધવારે તેનું બાંગ્લાદેશ સામે રમવું શંકાસ્પદ બન્યું છે. સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન દિનેશ કાર્તિકને ઈજા થઈ હતી અને અંતિમ પાંચ ઓવરમાં તે વિકેટકીપિંગ કરી શક્યો ન હતો. હવે કાર્તિકની ઈજાના કારણે રિશભ પંતને અંતિમ ઈલેવનમાં તક મળી શકે છે. સાઉથ આફ્રિકા સામે અંતિમ પાંચ ઓવરમાં કાર્તિકની ગેરહાજરીમાં પંતે વિકેટકીપિંગ કર્યું હતું.

દિનેશ કાર્તિકને જે ઈજા થઈ છે તેનું પ્રાથમિક કારણ વધારે પડતું ઠંડુ હવામાન હોઈ શકે છે. જોકે, કાર્તિકની ઈજા કેટલી ગંભીર છે તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આ પ્રકારની ઈજા હવળી હોય તો તેને સાજી થવામાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગે છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, કાર્તિકને લોઅર બેકમાં દુખાવો થયો હતો. જોકે, તેની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે. જોકે, કાર્તિક હજી સુધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો નથી.

છેલ્લા કેટલાક સમયથી કાર્તિકે મેચ વિનર ખેલાડી તરીકે ટીમમાં પોતાને પ્રસ્થાપિત કર્યો છે. પરંતુ વર્લ્ડ કપમાં અત્યાર સુધી તે અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. પાકિસ્તાન સામે તેણે છ બોલમાં એક રન નોંધાવ્યો હતો જ્યારે સાઉથ આફ્રિકા સામે તે 15 બોલમાં 6 રન નોંધાવીને આઉટ થયો હતો. બીજી તરફ રિશભ પંતને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં વધારે ટી20 રમી નથી પરંતુ ટેસ્ટમાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Exit mobile version