dinesh karthik, '... જો આમ થયું તો Rohit Sharma ગુમાવી બેસશે કેપ્ટનનું પદ' Dinesh Karthikએ આપ્યું મોટું નિવેદન - dinesh karthik statement on split captaincy in team india

dinesh karthik, ‘… જો આમ થયું તો Rohit Sharma ગુમાવી બેસશે કેપ્ટનનું પદ’ Dinesh Karthikએ આપ્યું મોટું નિવેદન – dinesh karthik statement on split captaincy in team india


T20 વર્લ્ડ કપ 2022ની પૂર્ણાહુતિ થઈ ત્યારથી અત્યારસુધીમાં ભારતનું નેતૃત્વ ODI અને T20Iમાં બે અલગ-અલગ કેપ્ટન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાંથી ભારત બહાર થયું ત્યારથી રોહિત શર્માંને (Rohit Sharma) એક પણ T20 રમવાની તક આપવામાં આવી નથી અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જ કેપ્ટનશિપ કરી રહ્યો છે. હાલ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી સીરિઝમાંથી પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકનું (Dinesh Karthik) નિવેદન સામે આવ્યું છે અને તેણે બે અલગ-અલગ કપ્તાનીનું સમર્થન કર્યું છે.

IND vs NZ: ફરી જોવા મળ્યો હાર્દિક પંડ્યાનો ગુસ્સો, આ વાત પર વરસ્યો

રોહિત શર્મા ગુમાવી શકે છે સુકાની પદ!
દિનેશ કાર્તિકે દાવો કર્યો કે, જો ભારત વર્લ્ડ કપ 2023 ન જીતી શક્યું તો રોહિત શર્મા પોતાનું કેપ્ટનનું પદ ગુમાવી શકે છે. તેણે ઉમેર્યું કે ‘જો કેસ પોતાને રજૂ કરે છે, તો શા માટે નહીં? પરંતુ અત્યારે બે કારણોસર મારા માટે આ કહેવું યોગ્ય નહીં રહે. એક, ભારત ત્યારબાદ ત્રણ જ ટી20 મેચ રમ્યું છે. તેઓ આઈપીએલ બાદ વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે. એકવાર આઈપીએલ પૂર્ણ થઈ ગયા બાદ સ્થિતિ ક્યાં છે તેની જાણ થશે તેમ મને લાગી રહ્યું છે’.

INDw vs ENGw U19: ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

‘2023ના વર્લ્ડ કપના પરિણામ પર નજર’
‘જો રોહિત શર્માની ટીમ વર્લ્ડ કપમાં કંઈ ખાસ નહીં કરે તો, આપણને વિભાજિત કેપ્ટનશિપની તક જોવા મળી શકે છે. મને લાગે છે કે, તે સમયે તક પોતાને રજૂ કરશે. જો રોહિત શર્મા કંઈક ખાસ ઉપલબ્ધિ મેળવશે તો આપણે બધા અલગ રીતે વિચારવાનું પસંદ કરીશું અને જો તે પોતે રમવા તૈયાર હોય તો 2024ના ટી20 વર્લ્ડ કપમાં તેને કેપ્ટનશિપ મળશે’, તેમ તેણે ઉમેર્યું હતું.

દિનેશ કાર્તિકે હાર્દિક પંડ્યાના કર્યા વખાણ
દિનેશ કાર્તિકે હાર્દિક પંડ્યાના નેતૃત્વના વખાણ કર્યા હતા. આ આલરાઉન્ડરે ભારત માટે નવ T20Iમાં કપ્તાની કરી છે, જેમાંથી છમાં મેળવી છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં તેમની હાર પંડ્યાની આગેવાની હેઠળની બીજી હતી. આગળ તેણે કહ્યું હતું કે ‘પંડ્યા મોટી ગેમ માટે જીવે છે. વિરાટ કોહલી બાદ જો મેં કોઈને મોટી ગેમ રમતાં જોયો હોય તો તે હાર્દિક પંડ્યા છે. તમારે આ લિસ્ટમાં બુમરાહને પણ રાખવો જોઈએ. બેટ્સમેન તરીકે પંડ્યાને મોટી ગેમ ગમે છે. બોલરની ભૂમિકામાં તો તે પહેલાથી જ સારી રીતે ફિટ છે. આ કંઈક એવું છે, જેને તે એન્જોય કરે છે’.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *