dilip vengsarkar team india, ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ પાસે ખરેખર કોઈ વિઝન નથી? દિલીપ વેંગસરકરે કર્યા ચોંકાવનારા ખૂલાસા - dilip vengsarkar slam bcci and indian team selector for poor vision

dilip vengsarkar team india, ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ પાસે ખરેખર કોઈ વિઝન નથી? દિલીપ વેંગસરકરે કર્યા ચોંકાવનારા ખૂલાસા – dilip vengsarkar slam bcci and indian team selector for poor vision


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ વેંગસરકર ભારતીય ક્રિકેટના મોટા નામમાંથી એક છે. તે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. વિરાટ કોહલીને પહેલી વખત ટીમ ઈન્ડિયામાં વેંગસરકરે જ પસંદ કર્યો હતો. જ્યારે ધોનીને ટીમની કેપ્ટનશિપ મળી હતી. ત્યારે પણ વેંગસરકર જ પસંદગીકાર હતા. ત્યારે હવે દિલીપ વેંગસરકરે ભારતીય પસંદગીકારો પર જ આકરા પ્રહાર કરતા પ્રશ્ન કર્યા છે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર

શું કહ્યું દિલીપ વેંગસરકરે
?
છેલ્લા 2 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમે શિખર ધવનને વનડેમાં ઘણી વખત કેપ્ટનશિપ આપી હતી. રોહિત, વિરાટ અને રાહુલ જ્યારે ટીમથી બહાર રહેતા હતા. ત્યારે શિખરને આ તક મળી હતી. તેવામાં હવે પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે ટીમના પસંદગીકારો પર પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દુર્ભાગ્યની વાત એ છે કે, છેલ્લા ઘણા સમયથી મેં જે પસંદગીકારોને જોયા છે. તેમનામાં ના તો કોઈ વિઝન છે. ના તો તેમને રમત અંગે કોઈ માહિતી છે. તેમને ક્રિકેટની કોઈ સમજણ પણ નથી. તેમણે શિખર ધવનને ભારતનો કેપ્ટન બનાવ્યો હતો. આ એવો સમય હતો, જ્યાં તમે ભવિષ્યના કેપ્ટનને તૈયાર કરી શકો છો.

બેન્ચ સ્ટ્રેન્થ ક્યાં છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર નથી કરી શકે. 1983 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહેલા વેંગસરકરે ઉમેર્યું હતું કે, તમે કોઈને તૈયાર નથી કર્યા. તમે ફક્ત આવીને જ રમો છો. જો તમે વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડની વાત કરો છો તો બેન્ચ સ્ટ્રેન્થ ક્યાં છે? ફક્ત આઈપીએલ થવી, મીડિયા રાઈટ્સમાં કરોડો રૂપિયા કમાવવા એ એક માત્ર સિદ્ધિ ન હોવી જોઈએ.

10 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ
ભારતીય ક્રિકેટ ટીમને 10 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ છે. છેલ્લે વર્ષ 2013માં ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ મહિને ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *