dhoni and hardik toss, GT vs CSK: ટોસ પહેલાં હાર્દિક-ધોની વચ્ચે શું થયું હતું? વારંવાર કોઈન ફ્લિપ કરતા થઈ ચર્ચાઓ - hardik and dhoni coin toss flip moment

dhoni and hardik toss, GT vs CSK: ટોસ પહેલાં હાર્દિક-ધોની વચ્ચે શું થયું હતું? વારંવાર કોઈન ફ્લિપ કરતા થઈ ચર્ચાઓ – hardik and dhoni coin toss flip moment


અમદાવાદઃ IPL 2023ની ફાઈનલ મેચ સોમવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે આ મેચ રિઝર્વ ડે વચ્ચે રમાઈ હતી. કારણ કે પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. સોમવારે ટોસ સમયે વરસાદ નહોતો પડ્યો. જોકે ટોસની પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ટોસ ઉછાળતા પહેલા જ બંને ખેલાડીએ કોઈન લઈ લીધો અને પછી જે કર્યું એનો કિસ્સો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

ધોની અને હાર્દિકે ખાસ પ્રેક્ટિસ કરી
મેચ પહેલા ધોની અને હાર્દિકે કોઈન ટોસ કરવાની પ્રેક્ટિસ કરી હતી. લાઈવ મેચના દ્રશ્યો પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે બંને ખેલાડીઓ એકબીજાને કોઈન આપી રહ્યા હતા. તેવામાં કોઈન ફ્લિપ કરી શું આવે છે તેની ચકાસણી તેઓ કરતા હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેવામાં ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

એકપછી એક કોઈન ટોસ કર્યો
ધોની અને હાર્દિકે ત્યારપછી એકબીજાને વારાફરથી કોઈન ટોસ કરવા માટે આપ્યો હતો. પહેલા ધોનીએ કોઈન ફ્લિપ કર્યો અને પછી હાર્દિક પંડ્યાએ કોઈન ફ્લિપ કર્યો હતો. આમ એકબીજા સાથે હળવા અંદાજે મેચમાં તેઓ જોવા મળ્યા હતા. ત્યારપછી બંનેએ મિત્રતાના ભાવથી એકબીજા સાથે મસ્તી પણ કરી હતી.

હાર્દિક અને ધોનીએ મસ્તી કરી
ટોસ થયા બાદ હાર્દિકે ધોનીને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. એટલું જ નહીં એકબીજા સાથે તેણે મસ્તી પણ કરી હતી. પહેલા બેટિંગ કરવા આવવાનું હતું એ મુદ્દે હાર્દિકે કહ્યું કે હું હોત તો હું પણ પહેલા બોલિંગ પસંદ કરી હોત. પરંતુ ચાલશે અમે મેનેજ કરી લઈશું. પહેલા બેટિંગ કરવામાં પણ કઈ વાંધો નથી. અમે આમારા પ્લાન પ્રમાણે રમતા રહીશું.

હાર્દિકે સુદર્શનના કાનમાં કહ્યું કે…
સાહાની વિકેટ જતાની સાથે જ હાર્દિક પંડ્યા ડગઆઉટમાંથી સીધો મેદાનમાં ઉતરી ગયો હતો. જોતજોતમાં તે તાત્કાલિક સાઈ સુદર્શન પાસે પહોંચ્યો અને તેના કાનમાં આવીને કશુક કહેવા લાગ્યો હતો. આ દરમિયાન અનુમાન લગાવાઈ રહ્યું છે કે હાર્દિકે તેને પ્રોપર ગેમ પ્લાન જણાવ્યો હતો. નોંધનીય છે કે સાહાના આઉટ થયા પછી સુદર્શન 2થી 3 બોલમાં કઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ જોતજોતમાં હાર્દિક ફરીથી તેના પાસે ગયો અને શાંતિ શોટ ટાઈમ કરી રમવાનો ઈશારો કર્યો હતો.

સુદર્શને ત્યારપછી તરખાટ મચાવ્યો
બસ હાર્દિક પંડ્યાની આ રણનીતિ બાદ તો સુદર્શને ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. તુષાર દેશપાંડેની ઓવરમાં બેક ટુ બેક છગ્ગા અને ચોગ્ગા ફટકારી સુદર્શને તરખાટ મચાવ્યો હતો. જોકે બીજા એન્ડ પરથી હાર્દિક સતત તેને ગાઈડ કરી રહ્યો હતો. જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે હાર્દિક પંડ્યાએ સુદર્શનના કાનમાં આવીને તેને ટાઈમિંગ ઉપર આધાર રાખી ચોક્કસ બોલર્સને ટાર્ગેટ કરવાનું જણાવ્યું હશે. કારણ કે ગુજરાતના બેટ્સમેને ચોક્કસ બોલર્સની ઓવરમાં જ રિસ્ક લઈ શોટ્સ માર્યા હતા. વળી જે ચેન્નઈના વિકેટ ટેકિંગ બોલર્સ હતા તેમની સામે સિંગલ ડબલથી સ્ટ્રાઈક રોટેશન કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *