david warner, IPL 2023: Rishabh Pantની ગેરહાજરીમાં David Warnerને સોંપાશે સુકાની પદ! Delhi Capitalsની બદલાઈ જશે કિસ્મત! - david warner set to lead delhi capitals instead of rishabh pant in ipl 2023

david warner, IPL 2023: Rishabh Pantની ગેરહાજરીમાં David Warnerને સોંપાશે સુકાની પદ! Delhi Capitalsની બદલાઈ જશે કિસ્મત! – david warner set to lead delhi capitals instead of rishabh pant in ipl 2023


નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) ગણતરીના જ દિવસો બાકી છે. 31મી માર્ચે ઓપનિંગ સેરેમની થવાની છે અને પહેલી એપ્રિલે લખનઉ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) મેચ રમાવાની છે, પરંતુ હજી સુધી રિષભ પંતની (Rishabh Pant) જગ્યાએ કોઈ નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. જો કે, રિપોર્ટ્સનું માનીએ તો ઈજાગ્રસ્ત પંતની જગ્યા ડેવિડ વોર્નર (David Warner) લે તેવી શક્યતા છે. 36 વર્ષના આ ખેલાડી પાસે આઈપીએલમાં કેપ્ટનશિપ કરવાનો લાંબો અનુભવ છે. તેની આગેવાનીમાં 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સને હરાવીને ખિતાબ જીત્યો હતો. જો કે, સમય જતાં ફ્રેન્ચાઈઝીએ તેને બહારનો રસ્તો બતાવ્યો હતો. જીતેલી મેચના મામલે આઈપીએલના ઈતિહાસમાં સંયુક્ત રીતે તે પાંચમો સૌથી સફળ કેપ્ટન છે.

ભયંકર અકસ્માત બાદ પંતે પહેલીવાર શેર કર્યો વીડિયો, સ્વિમિંગ પૂલમાં ચાલતો દેખાયો

લખનઉ સામે પહેલી મેચ રમશે દિલ્હી
ESPNCricinfoના એક રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર 2023ના એડિશન માટે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરશે. અત્યારસુધીમાં તેણે 69 મેચોમાં સુકાની પદ સંભાળ્યું છે અને તેમાંથી 35મા જીત મળી છે. કેપ્ટન તરીકે તેણે 32 મેચ ગુમાવી હતી અને બે મેચ ટાઈ રહી હતી. વોર્નર એક ધાકડ કેપ્ટન છે તો ટીમમાં કેટલાક વિનર ખેલાડીઓ પણ છે. તેવામાં દિલ્હી પોતાની પહેલી ટ્રોફી જીતે તેવી શક્યતા છે. આ સીઝનની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ લખનઉ સુપર કિંગ્સ સામે રમશે, જેનું આયોજન લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં કરાયું છે.

12 જગ્યા પર રમાશે IPL
આ વર્ષની IPL ભારતમાં 12 સ્થળો પર યોજાશે અને 2019ના એડિશન બાદ પહેલીવાર તેના મૂળ હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં પરત ફરશે. આઈપીએલની છેલ્લી ત્રણ સીઝન યુએઈમાં રમાઈ હતી અથવા કોવિડ-19 અને લોજિસ્ટિક કારણોથી ભારતના કેટલાક પસંદગીના સ્થળો પર રમાઈ હતી. પરંતુ હવે જ્યારે કોરોનાનો ડર દૂર થઈ ગયો છે ત્યારે ખેલાડીઓને ઘરેલુ દર્શકો સામે રમવાની તક મળશે.

ઓસ્ટ્રેલિયાના પરસેવા છોડાવી દે એવા ખેલાડીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIનો માસ્ટર સ્ટ્રોક

31 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે ટક્કર
IPL 2023ની શરૂઆત 31 માર્ચે થશે, જેની પહેલી મેચ 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચાર વખત ચેમ્પિયન રહી ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં થશે.

અનિશ્ચિત સમય માટે પંત ક્રિકેટથી દૂર
ન્યૂ યર પર પરિવારને સરપ્રાઈઝ આપવા જતી વખતે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ભડભડ કરતી સળગી ઉઠી હતી. જો કે, સદનસીબે તે બચી ગયો હતો પરંતુ તેને ગંભીર ઈજા પહોંચી હતી. તે ધીમે-ધીમે રિકવર થઈ રહ્યો છે અને મેદાનમાં ક્યારે પરત ફરશે તે હજી નક્કી નથી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *