david warner, વોર્નરે ઈતિહાસ રચ્યો, આ રેકોર્ડ નોંધાવનારો ટેસ્ટ ક્રિકેટનો ફક્ત બીજો બેટર બન્યો - david warner becomes 2nd player after joe root to score double hundred in 100th test

david warner, વોર્નરે ઈતિહાસ રચ્યો, આ રેકોર્ડ નોંધાવનારો ટેસ્ટ ક્રિકેટનો ફક્ત બીજો બેટર બન્યો – david warner becomes 2nd player after joe root to score double hundred in 100th test


ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ નોંધાવનારો તે ટેસ્ટ ઈતિહાસનો ફક્ત બીજો જ બેટર બન્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ વોર્નરની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. આ ટેસ્ટમાં તેણે ધમાકેદાર બેવડી સદી ફટકારી હતી અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વોર્નર ટેસ્ટમાં પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો ઈંગ્લેન્ડના જો રૂટ બાદ બીજો બેટર બન્યો છે. મેલબોર્ન ક્રિકટે ગ્રાઉન્ડ ખાતે સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટના બીજા દિવસે વોર્નરે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. જોકે, બેવડી સદી પૂરી થયા બાદ તેને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછા ફરવું પડ્યું હતું. તેના પગમાં ક્રેમ્પ આવી ગયા હોવાથી તે રિટાયર્ડ હર્ટ થયો હતો.

ડેવિડ વોર્નર વિશ્વના આક્રમક ઓપનર્સમાં સામેલ છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તે કંગાળ ફોર્મમાં રમી રહ્યો હતો અને તેના કારણે તેની ટીકાઓ પણ થઈ હતી. જોકે, પોતાની 100મી ટેસ્ટમાં તેણે લાજવાબ બેટિંગ કરી હતી. વોર્નરે ત્રણ વર્ષ બાદ સદી ફટકારી હતી. આ દરમિયાન 36 વર્ષીય વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો આઠમો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે.

100મી ટેસ્ટમાં સદી ફટકારનારો 10મો ખેલાડી બન્યો
ડેવિડ વોર્નર પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારનારો આઠમો બેટર બન્યો છે. આ યાદીમાં વોર્નર ઉપરાંત કોલિન કાઉડ્રી (ઈંગ્લેન્ડ), જાવેદ મિંયાદાદ (પાકિસ્તાન), ગોર્ડન ગ્રીનિજ (વેસ્ટ ઈન્ડિઝ), એલેક સ્ટુઅર્ટ (ઈંગ્લેન્ડ), ઈન્ઝમામ ઉલ હક (પાકિસ્તાન), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા), હાશિમ અમલા (સાઉથ આફ્રિકા) અને જો રૂટ (ઈંગ્લેન્ડ)નો સમાવેશ થાય છે.

રિકી પોન્ટિંગે બે સદી ફટકારી હતી
ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી અને તે આવું કરનારો બીજો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે. અગાઉ રિકી પોન્ટિંગે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જોકે, પોન્ટિંગે પોતાની 100મી ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારી હતી. 2006માં સાઉથ આફ્રિકા સામે પોતાની 100મી ટેસ્ટમાં પોન્ટિંગે 120 અને અણનમ 143 રનની ઈનિંગ્સ રમી હતી.

જાન્યુઆરી 2020 બાદ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી
ડેવિડ વોર્નર છેલ્લા ત્રણ વર્ષથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો હતો. તેણે જાન્યુઆરી 2020 બાદ પ્રથમ સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની 25મી ટેસ્ટ સદી હતી. તેણે 144 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કર્યા બાદ તેણે પોતાની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. તેણે હવામાં કૂદકો લગાવીને હવામાં પંચ મારીને પોતાની સદીની ઉજવણી કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *