ડેવિડ વોર્નરને સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે તે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ઈંગ્લેન્ડના જો રૂટે નોંધાવી હતી. વોર્નરે ત્રણ વર્ષ બાદ સદી ફટકારી હતી. આ દરમિયાન 36 વર્ષીય વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો આઠમો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે
હાઈલાઈટ્સ:
- સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરની 100મી ટેસ્ટ છે
- ડેવિડ વોર્નર પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બની ગયો છે
- બેવડી સદી બાદ વોર્નર ઈજાગ્રસ્ત થયો હતો, જોકે બાદમાં તે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો
ડેવિડ વોર્નરે બેવડી સદી પૂરી કર્યા બાદ પોતાની સ્ટાઈલમાં તેની ઉજવણી કરી હતી. હંમેશની જેમ તે હવામાં કૂદ્યો હતો અને હવામાં પંચ માર્યો હતો. જોકે, તરત જ તેના પગમાં ક્રેમ્પ આવી ગયો હતો અને તેની નસ ખેંચાઈ ગઈ હતી. જેના કારણે તે પોતાની રમત જારી રાખી શક્યો ન હતો. મેદાન પર તેને થોડી સારવાર આપવામાં આવી હતી પરંતુ અંતે તેને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત થવું પડ્યું હતું. વોર્નરે 254 બોલમાં 16 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 200 રનની ઈનિંગ્સ રમી હતી.
100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો બીજો બેટર બન્યો
ડેવિડ વોર્નરને સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે તે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ઈંગ્લેન્ડના જો રૂટે નોંધાવી હતી. વોર્નરે ત્રણ વર્ષ બાદ સદી ફટકારી હતી. આ દરમિયાન 36 વર્ષીય વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો આઠમો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે.
રિકી પોન્ટિંગે બે સદી ફટકારી હતી
ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી અને તે આવું કરનારો બીજો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે. અગાઉ રિકી પોન્ટિંગે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જોકે, પોન્ટિંગે પોતાની 100મી ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારી હતી. 2006માં સાઉથ આફ્રિકા સામે પોતાની 100મી ટેસ્ટમાં પોન્ટિંગે 120 અને અણનમ 143 રનની ઈનિંગ્સ રમી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ