પહેલા બેટિંગ કરતા ધોનીના ધુરંધરોએ સીઝનનો સૌથી મોટો સ્કોર કર્યો હતો. ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કુલ 235 રન ફટકાર્યા હતા. અજિંક્ય રહાણેએ તોફાની બેટિંગ કરીને અણનમ રહીને 71 રન ફટકાર્યા હતા. અજિક્ય રહાણેએ કુલ 6 ચોગ્ગા અને 5 સિકર્સસ ફટકારી હતી. જ્યારે શિવમ દૂબેએ પણ 21 બોલમાં 50 રન માર્યા હતા. જ્યારે ડેવન કોન્વેએ 56 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી તરફ કોલકાતાના કુલવંતે 2 વિકેટ લીધી હતી જ્યારે સુયશ અને વરુણે એક-એક વિકેટ લીધી હતી.
236 રન ચેઝ કરવામાં કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત એકદમ નિરાશાજનક રહી હતી. KKRએ 1 રન પર જ પોતાના બે બેસ્ટમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. સુનીલ નારાયણ શૂન્ય રન પર આઉટ થયો જ્યારે નારાયણ જગદીશન 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન નીતિશ રાણાએ વેંકટેશ ઐયર સાથે મળીને ગેમ સંભાળી હતી. બંનેએ સાથે મળીને 6 ઓવરમાં 38 રન ફટકાર્યા હતા. કોલકાતાની ટીમમાં ત્રીજી વિકેટ વેંકટેશ અય્યરની 46 રને પડી હતી. અય્યરે 20 બોલમાં 20 રન ફટકાર્યા હતા. 70 રન પર કેપ્ટન નીતિશ રાણા પણ આઉટ થયો હતો. ત્યારબાદ જેસન રૉય અને રિંકૂસિંહે ઝડપથી રન બનાવવાની કોશિશ કરી હતી. રોય અને રિંકૂએ 37 બોલમાં 65 રનની પાર્ટનરશીપ કરી હતી. જેસન રોયે 26 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 5 સિકસર્સનો સમાવેશ થયા છે.135 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવ્યા બાદ KKR માટે જીતવુ અશક્ય થઈ ચૂક્યું હતુ. છેલ્લી 4 ઓવરમાં KKRને 80 રન ફટકારવાના હતા. જેના પ્રેશરમાં KKR વિકેટ ગુમાવતુ રહ્યું હતું. છેલ્લી 4 ઓવરમાં KKR વિકેટ ગુમાવતુ રહ્યું હતું. આ મેચમાં પણ રિંકુ સિંહે ફિફ્ટી ફટકારી હતી. કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવી શકી હતી.