csk vs lsg, IPL 2023: ઋતુરાજ-મોઈન અલી ઝળક્યા, લખનૌને હરાવી ચેન્નઈએ જીતનું ખાતું ખોલાવ્યું - ipl 2023 moeen ali and ruturaj gaikwad star as chennai super kings beat lucknow super giants

csk vs lsg, IPL 2023: ઋતુરાજ-મોઈન અલી ઝળક્યા, લખનૌને હરાવી ચેન્નઈએ જીતનું ખાતું ખોલાવ્યું – ipl 2023 moeen ali and ruturaj gaikwad star as chennai super kings beat lucknow super giants


ઋતુરાજ ગાયકવાડની અડધી સદી તથા ડેવોન કોનવેની આક્રમક બેટિંગ બાદ મોઈન અલીની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો છે. આઈપીએલ-2023માં સોમવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સ ટીમને 12 રને પરાજય આપ્યો હતો. લખનૌએ ટોસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગાયકવાડ અને કોનવેની ઓપનિંગ જોડીની તોફાની બેટિંગની મદદથી ચેન્નઈએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 217 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં લખનૌ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન નોંધાવી શક્યું હતું. કાયલે માયર્સે તોફાની અડધી સદી ફટકારી હતી પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ચેન્નઈ માટે મોઈન અલીએ ચાર વિકેટ ખેરવી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની તોફાની બેટિંગ
પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ તોફાની અંદાજમાં શરૂઆત કરી હતી. આ જોડીએ શરૂઆતથી જ લખનૌના બોલર્સને દબાણમાં રાખ્યા હતા અને શરૂઆતથી જ તેમના પર આક્રમણ કરી દીધું હતું. આ જોડીએ 9.1 ઓવરમાં 110 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. કોનવેએ 29 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સાથે 47 રન નોંધાવ્યા હતા. જ્યારે ગાયકવાડે ટીમ માટે સૌથી વધુ 57 રન નોંધાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી.

આ જોડી આઉટ થયા બાદ ત્યારપછીના બેટર્સે પણ રન ગતિ જાળવી રાખી હતી. જેમાં શિવમ દૂબેએ 16 બોલમાં 27 રન તથા અંબાતી રાયડુએ 14 બોલમાં અણનમ 27 રન ફટકાર્યા હતા. ધોની બેટિંગમાં ઘણા નીચા ક્રમે આવ્યો હતો. તેણે ફક્ત ત્રણ બોલ રમ્યા હતા જેમાંથી પ્રથમ બે બોલમાં તેણે બે સિક્સર ફટકારી હતી. જ્યારે મોઈન અલીએ 13 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાનને એક સફળતા મળી હતી.

કાયલે માયર્સની તોફાની અડધી સદી એળે ગઈ
218 રનના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે લડત આપી હતી પરંતુ તેમની લડત એળે ગઈ હતી. જેમાં ઓપનર કાયલે માયર્સે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ફક્ત 22 બોલમાં જ આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 53 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન લોકેશ રાહુલ 18 બોલમાં 20 રન નોંધાવીને આઉટ થયો હતો. લખનૌએ વિના વિકેટ 79 રન નોંધાવ્યા હતા પરંતુ ત્યારબાદ ચાર રનની અંદર ટીમે ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. 79 રનના સ્કોર પર માયર્સ આઉટ થયો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 82 રન હતો ત્યારે લોકેશ રાહુલ અને દીપક હૂડા આઉટ થઈ ગયા હતા. હૂડાએ બે રન નોંધાવ્યા હતા જ્યારે કૃણાલ પંડ્યા 9 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

માર્ક્સ સ્ટોઈનિસે 118 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. નિકોલસ પૂરન અને આયુષ બદોનીએ ટીમને વિજય અપાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમના પ્રયાસ સફળ રહ્યા ન હતા. પૂરને 18 બોલમાં 32 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે ક્રિષ્નપ્પા ગૌતમ 17 અને માર્ક વૂડ 10 રન નોંધાવીને નોટઆઉટ રહ્યા હતા. લખનૌ ટીમ 20 ઓવર 7 વિકેટે 205 રન નોંધાવી શકી હતી. ચેન્નઈ માટે મોઈન અલીએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે તુષાર દેશપાંડેએ બે તથા મિચેલ સેન્ટનરે એક વિકેટ ખેરવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *