covid vaccine is cause of shane warne death, Shane Warne: કોરોના વેક્સિનના કારણે વોર્નનું મૃત્યું થયું! હાર્ટ એટેક પાછળની ચોંકાવનારી વિગતો આવી સામે - reports shane warne died due to corona vaccine news updates

covid vaccine is cause of shane warne death, Shane Warne: કોરોના વેક્સિનના કારણે વોર્નનું મૃત્યું થયું! હાર્ટ એટેક પાછળની ચોંકાવનારી વિગતો આવી સામે – reports shane warne died due to corona vaccine news updates


દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નના નિધનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. તેમના આકસ્મિક અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ માર્ચ 2022માં થયું હતું. તે રજાઓ માણવા થાઈલેન્ડ ગયો હતો. ત્યાં તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જોકે, હવે તેના મૃત્યુ અંગે એક રિપોર્ટ સામે આવી રહ્યો છે, જે મુજબ શેન વોર્નનું મોત કોરોના વેક્સીનના કારણે થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

શું કોરોનાની વેક્સિને શેન વોર્નનો જીવ લીધો?
શેન વોર્નના મૃત્યુને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ડોક્ટરોએ દાવો કર્યો છે કે શેન વોર્નનું મોત કોરોનાની વેક્સિનના કારણે થયું હોઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વોર્ને જે રસી કોરોનાથી બચવા માટે લગાવી હતી. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓ વધે છે. ઉલ્લેખનીય છે કે વોર્નનું મૃત્યુ પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. તમને જણાવી દઈએ કે શેન વોર્ને મૃત્યુના 9 મહિના પહેલા કોરોનાની વેક્સિન લીધી હતી.

વોર્ને કોવિડની mRNA વેક્સિન લીધી હતી
શેન વોર્ને કોરોનાથી બચવા માટે કોવિડ mRNA રસી લીધી હતી. રિપોર્ટ અનુસાર આ એક એવી વેક્સિન છે જે હૃદય સંબંધિત બીમારીઓને વધારે છે. ઓસ્ટ્રેલિયન ડોકટરો અને બ્રિટિશ હૃદયરોગના નિષ્ણાતોનું માનવું છે કે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજના મૃત્યુનું કારણ કોરોના વેક્સિન હોઈ શકે છે. આટલું જ નહીં પરંતુ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ક્રિસ નીલ અને ડૉ. અસીમ મલ્હોત્રાનું માનવું છે કે વોર્ને જે કોરોના વેક્સિન લગાવી હતી તે ઝડપથી કોરોનરી ડિસિઝ ફેલાવી શકે છે.

શેન વોર્નની કારકિર્દી કઈક આવી રહી
શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ અને 194 વનડે રમી છે. તેણે ટેસ્ટમાં 708 અને વનડેમાં 293 વિકેટ લીધી છે. આ સિવાય શેન આઈપીએલમાં પણ હતો. તેણે IPLમાં રમાયેલી 55 મેચમાં 57 વિકેટ લીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *