chris gayle, ક્રિસ ગેઈલે કરી વિરાટ કોહલીની પ્રશંસા, તેની એક ખાસિયત પર થઈ ગયો છે ફિદા - ipl 2023 i like virat kohli passion and work ethic says chris gayle

chris gayle, ક્રિસ ગેઈલે કરી વિરાટ કોહલીની પ્રશંસા, તેની એક ખાસિયત પર થઈ ગયો છે ફિદા – ipl 2023 i like virat kohli passion and work ethic says chris gayle


વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ગેઈલે કોહલીના વર્ક એથિક અને ઝનૂનની પ્રશંસા કરી છે. ક્રિસ ગેઈલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમ્યો હતો અને તેણે કોહલી સાથેની બેટિંગના દિવસોને પણ યાદ કર્યા હતા. ગેઈલે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી સાથે બેટિંગ કરવી અદ્દભુત રહી. ક્રિકેટ પ્રત્યેનું તેનું ઝનૂન મને ઘણું જ પસંદ છે. તમારે તેના માટે તેને શ્રેય આપવો જોઈએ અને તે પોતાના પ્રદર્શન દ્વારા આ બાબતને વ્યક્ત કરે છે.

ગેઈલ અને કોહલી આઈપીએલની ઘણી સિઝન સાથે રમ્યા છે. આ જોડીએ હરીફ બોલર્સને હંફાવ્યા હતા અને પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આ બંને વચ્ચે 10 સદીની ભાગીદારી નોંધાઈ હતી. ગેઈલે જણાવ્યું હતું કે, કોહલી અને અન્ય સાથી ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો અને જ્યારે હું ત્યાં હોવ ત્યારે ઘણી મસ્તી, ડાન્સ અને એવું બધું થતું હતું. હું કેટલાક ડાન્સ સ્ટેપ કરતો હતો અને અનુભવ્યું કે કોહલીમાં પણ ડાન્સની સ્કિલ છે. તમે જાણો છો તે સારો ડાન્સ કરી શકે છે. પરંતુ જો તે ભારતીય ડાન્સ છે તો ગેઈલ જીતી જશે. જો તે કેરેબિયન ડાન્સ હશે તો ગેઈલ જીતી જશે.

જોકે, કોહલી અને ગેઈલ વચ્ચે સ્પર્ધા પણ રહી છે. આ અંગે ગેઈલએ ઓરેન્જ કેપને લઈને એક ઘટના જણાવી હતી. ગેઈલે જણાવ્યું હતું કે મને તે વાત યાદ છે. કોઈ એક સિઝનમાં કોહલી ઓરેન્જ કેપ હોલ્ડર હતો. હું પણ રન નોંધાવી રહ્યો હતો પરંતુ તે વધારેને વધારે રન ફટકારી રહ્યો હતો. ત્યારપછીની બે કે ત્રણ મેચમાં ગમે તે થયું હોય પરંતુ હું ઓરેન્જ કેપ હોલ્ડર બની ગયો હતો. તે વિચારવા લાગ્યો કે ગેઈલ આવ્યો અને તોફાન મચાવી દીધું અને ઓરેન્જ કેપ હોલ્ડર બની ગયો? આ એક મસ્તીભરી બાબત હતી પરંતુ તે તમને હંમેશા યાદ રહી જાય છે.

વર્ષો સુધી કોહલી અને ગેઈલની જોડીએ હરીફ બોલર્સને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોમેર ફટકાર્યા હતા. જોકે, ગેઈલનું કહેવું છે કે તે ફક્ત ચોગ્ગા અને સિક્સરની વાત નથી. અમારી વચ્ચે સારી રનિંગ પણ હતી. અમે બંને એકબીજાને સારી રીતે સમજતા હતા. અમે એકબીજાનો ઉત્સાહ વધારતા હતા. ક્યારેક ઘણા લોકો કહે છે કે ગેઈલ પિચ પર દોડી શકતો નથી. હું વિરાટ જોડે રમ્યો છું અને હું દોડીને પણ રન લેતો હતો. નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટીમમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ક્રિસ ગેઈલ અને એબી ડી વિલિયર્સનું સન્માન કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *