કરુણારત્નેના 4 દાંત તૂટી ગયા
આ ઘટનામાં ચમિકા કરુણારત્નેના ચાર દાંત પડી ગયા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાં તેણે 30 ટાંકા પણ આવ્યા. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- મારા 4 દાંત તૂટી ગયા છે અને તે પાછા પણ લગાડી દેવામાં આવ્યા છે. 30 ટાંકા આવ્યા છે અને હું હજી પણ થોડું હસી શકું છું.
ત્રણ દિવસ પછી મેદાનમાં ઉતર્યો
દાંત તૂટ્યાના ત્રણ દિવસ પછી 10 ડિસેમ્બરે કરૂણારત્ને મેદાનમાં ઉતર્યો હતો. તેની ટીમ જાફના કિંગ્સ સામે હતી. કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવ્યા હતા. 18 ઓવર પછી કેન્ડી ફાલ્કન્સનો સ્કોર 6 વિકેટે 117 રન હતો. ચમિકા કરુણારત્ને 10 બોલમાં 8 જ્યારે એશેન બંદરાએ 35 બોલમાં 35 રન બનાવ્યા હતા. ટીમને બે ઓવરમાં 31 રનની જરૂર હતી.
19મી ઓવરમાં 15 રન બનાવ્યા હતા. જેમાં કરુણારત્નેએ બે બોલમાં 5 રન બનાવ્યા હતા. જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ન્યુઝીલેન્ડના જેમ્સ ફુલર સામે કરુણારત્નેએ પ્રથમ અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી 4 બોલમાં ચાર રન બનાવ્યા અને છેલ્લા બોલ પર કેન્ડીએ મેચ જીતી લીધી. તેણે બેટ વડે 16 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે ચમિકાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.