captain rohit sharma, 'શાંત પડો' Asia Cupમાં હાર્યા એમાં ભારત ચિંતિત નથી, ડ્રેસિંગ રૂમનો માહોલ બહુ સારો છેઃ Rohit Sharma - rahit sharma says no worry boys are chilled after successive defeat in asia cup

captain rohit sharma, ‘શાંત પડો’ Asia Cupમાં હાર્યા એમાં ભારત ચિંતિત નથી, ડ્રેસિંગ રૂમનો માહોલ બહુ સારો છેઃ Rohit Sharma – rahit sharma says no worry boys are chilled after successive defeat in asia cup


દુબઈઃ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આગામી મહિને યોજાનારા T20 વર્લ્ડકપ પહેલા ભારતને એશિયા કપમાં મળેલી સતત હાર અંગે કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં માહોલ સારો છે. આ સાથે તેણે આ હારને લઈને ચિંતા કરવાની જરુર ના હોવાનું પણ કહ્યું છે. ભારતે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં મંગળવારે શ્રીલંકા સામે અંતિમ ઓવરોમાં મેચ ગુમાવી દીધી હતી અને આ સાથે ટીમના ફાઈનલમાં પહોંચવા બાબત પર વાદળો ઘેરાઈ ગયા છે.

રોહિત શર્માએ મેચ પછી પત્રકારોને કહ્યું કે, “તમે બે મેચ ગુમાવો એમાં ચિંતા કરવાની જરુર નથી.” કેપ્ટન રોહિતે આ મેચમાં 41 બોલમાં 72 રનની શાનદાર બેટિંગ કરી હતી, જેની મદદથી ભારત 173 રનનો લક્ષ્ય ઉભો કરી શક્યું હતું. જોકે, શ્રીલંકાએ 19મી ઓવરમાં મેચ પોતાના પક્ષમાં કરી લીધી હતી અને ભારતની પાકિસ્તાન સામે થઈ હતી તે રીતે અંતિમ ઓવરમાં હાર થઈ હતી.

ડ્રેસિંગ રૂમમાં માહોલ રિલેક્સ અને શાંત છેઃ રોહિત
રોહિતે એમ પણ જણાવ્યું કે, “અમે આ રીતે ડ્રેસિંગ રૂમમાં વાત કરતા નથી, કારણ કે અમે (પાછલા) વર્લ્ડકપ પછી પણ ઘણી મેચ રમ્યા છીએ અને જીત્યા છીએ. જેથી મને નથી લાગતું કે ચિંતા કરવાની જરુર હોય.” પાકિસ્તાને પાછલા રવિવારે રમાયેલી મેચમાં એક બોલ બાકી રહેતા ભારતને હરાવ્યું હતું, બુધવારે અફઘાનિસ્તાનને હારાવ્યું હતું અને આમ આગામી રવિવારે યોજાનારી ફાઈનલ માટે પોતાનો માર્ગ મોકળો બનાવી દીધો છે.

રોહિત શર્માએ કહ્યું કે આમાં કોઈ ગડબડ નથી, આ બધું બહારથી ગડબડ જેવું લાગતું હશે પણ ટીમની અંદર એવું કશું જ નથી. મને ખબર છે કે તમે મેચ હારી જાવ તો મીડિયા કઈ રીતે તેને લેતું હોય છે અને સવાલો ઉભા કરે છે, આ બધું સામાન્ય છે. તમે ડ્રેસિંગ રૂમમાં જુઓ ખેલાડીઓ એકદમ રિલેક્સ અને શાંત છે.

T20 World Cup પહેલા Rohit Sharmaની સેનાએ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવી હાલત
ભૂવનેશ્વર કુમાર પર ઉઠેલા સવાલોના પણ જવાબ આપ્યા
રોહિત શર્માએ પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે યોજાયેલી મેચમાં ડેથ ઓવર (19)માં રનોની લહાણી કરી જેના કારણે ભારતીય ફેન્સ ઘણાં નારાજ થયા હતા, એક સિનિયર બોલર હોવા છતાં આવું કઈ રીતે થયું તેવા સવાલ ફેન્સ કરી રહ્યા છે. જેના પર રોહિત શર્માએ કહ્યું કે, “આ સામાન્ય વાત છે બધી ગેમમાં આવું થતું રહેતું હોય છે, માટે મને નથી લાગતું કે આ બાબતે ચિંતા કરવી જોઈએ. તેઓ અમારી સાથે આટલા વર્ષો છે અને ડેથ ઓવરમાં સારું કામ કર્યું છે અને મેચો જીતાડી છે, તો એક કે બે મેચથી આપણે તેમના અંગે ધારણાઓ ના બાંધી લેવી જોઈએ.”

રોહિતે કહ્યું કે, “અનુભવી ખેલાડીઓ પણ આઉટ થાય છે અને રન કરવામાં નિષ્ફળ રહેતા હોય છે, આ બધું સામાન્ય છે, ચિંતા કરવાની જરુર નથી.”

રોહિત શર્માએ અર્શદીપ સિંઘને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગવાળી ઘટના પર કહ્યું કે, “અમે આ સમયમાં સોશિયલ મીડિયા પર એટલું ધ્યાન આપતા નથી. એક કેચ છૂટ્યો એમાં આટલો બખેડો કરવાની કોઈ જ જરુર નથી. હા, કેચ છૂટ્યો ત્યારે અમે પણ દુઃખી થયા હતા પરંતુ તેણે અંતિમ ઓવરમાં કોન્ફિડન્સ સાથે બોલિંગ કરી હતી.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *