વાત માત્ર આઉટ હોવા સુધી નહોતી. આ વાત દૃઢ ઈચ્છા શક્તિ અને સાધનાની હતી. જેમાં સચિનને વિશ્વાસ હતો કે આવું ફરી થશે નહીં અને થયું પણ નહીં. ભારતીય ટીમ જ્યારે 2011ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પહેલીવાર હારી ત્યારે મોટું લાંછન વિરાટ કોહલી પર લાગ્યું હતું. ત્યારે કોહલીએ પોતાને કહ્યું કે- હવે ફરી એવું નહીં થાય. આ પછી પાકિસ્તાન સામે વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં પોતાનો ક્લાસ બતાવીને દિવાળીની પૂર્વ સંધ્યાએ ધૂમ ધડાકા કર્યા હતા. જેના કારણે પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનને પણ આ હાર વર્ષો સુધી ખૂંચતી રહેશે. જો કોહલીનું ‘વિરાટ’ સ્વરૂપ કોઈએ જોયું હોય તો તે પાકિસ્તાન હતું.
2019 પછી જ્યારે કોહલીનું ખરાબ ફોર્મ શરુ થયું તો બધાને ખાર થતો હતો. તેઓ લડી રહ્યા હતા. કોહલી મેદાનની બહાર અને મેદાનની અંદર એ સમજી શકતો નહોતો કે કરવું તો શું કરવું? આવા સવાલો હજાર હતા અને જવાબ માત્ર વિરાટ કોહલી હતો. સતત નિષ્ફળ પ્રયાસ પછી સમય હતો સાધનાનો. અને અંતમાં કોહલીએ સાબિત કરી દીધું કે તે શું કરી શકે છે.
રૂપેરા પડદા પર એક્ટિંગ કરતી તેમની પત્ની અનુષ્કા શર્માને વિરાટની આ ઐતિહાસિક ઈનિંગ્સ અને ભારતની જીતની ખુશીનો અંદાજ હતો. તે જાણતી હતી કે કોહલી માથે તિરંગો લઈને જીવન જીવે છે તેના માટે આ જીતથી વધુ કશું નહોતું. તે પોતાની ખુશીને શબ્દોમાં વ્યક્ત નહોતી કરી શકતી. ત્યારે એક પોસ્ટમાં જ કોહલી માટે પોતાનું દિલ ખલી નાખ્યું. તેને કોહલી પાછળ પાગલ થતા જોઈ છે. તે જાણે છે કે લોકો કોહલીને કેટલો પ્રેમ કરે છે.
હજારો લોકોએ દિવાળીની ખુશી બમણી થઈ ગઈ કારણ કે ભારતે હારનો બદલો લેવાની સાથે એક ખતરનાક અંદાજમાં પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં જીત મેળવી હતી. આ જીત એવી હતી કે પાકિસ્તાનને પોતાના કરિયર દરમિયાન ઘણી વખત હરાવનારા સુનીલ ગાવસ્કર પણ નાચી ઉઠ્યા હતા. વર્લ્ડકપ વિનર કૃષ્ણમાચારી શ્રીકાંત તાલ ઠોકી રહ્યા હતા. ઈરફાન પઠાણની આંખમાં આંસુ હતા.
આજે 24 ઓક્ટોબર 2021માં પોતાની કેપ્ટનશિપ દરમિયાન મળેલી હાર બાદ કોહલીની ઊંઘ ઉડી ગઈ હતી. એવામાં તેણે 23 ઓક્ટોબરે એક વર્ષની અંદર જ અપમાનનો બદલો લીધો છે, આ વખતે પણ કોહલીને ઊંઘ નહીં આવી હોય. પરંતુ આ બન્ને ઊંઘ ઉડવા પાછળના કારણો જબરજસ્ત છે. હવે ફરી એકવાર કોહલીએ કમબેક કર્યું છે અને આગામી મેચોમાં પણ તે આ રીતે કરતબ કરે અને ભારત વર્લ્ડકપ સાથે દેશમાં પરત આવે તેવી શુભેચ્છાઓ દુનિયાભારમાંથી કોહલીના ફેન્સ તેને પાઠવી રહ્યા છે.