Today News

Bhavin Rabari in Last Film Show, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નો સપાટો, એક્ટર ભાવિન રબારીને મળ્યો મોટો ઈન્ટરનેશનલ એવોર્ડ – bhavin rabari wins big at the ipa awards for last film show

Bhavin Rabari in Last Film Show, ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'નો સપાટો, એક્ટર ભાવિન રબારીને મળ્યો મોટો ઈન્ટરનેશનલ એવોર્ડ - bhavin rabari wins big at the ipa awards for last film show


ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ને વધુ એક સફળતા મળી. આ ફિલ્મે વધુ એક સફળગાથા લખી છે. આ ફિલ્મને 27માં સેટેલાઈટ એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) ‘બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મન્સ’નો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.

લાસ્ટ ફિલ્મ શો 21 વર્ષમાં પ્રથમ એવી ભારતીય ફિલ્મ બની છે જે ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા બાદ ડિરેક્ટર પાન નલિને જણાવ્યું હતું કે, આ ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે અદ્દભુત છે. આ એવોર્ડ તેના માટે ઘણો જ ખાસ છે કેમ કે આ તેણે આટલી નાની વયે કરેલી આકરી મહેનતનું ઈનામ છે.

આ ફિલ્મના મુખ્ય કલાકાર 13 વર્ષીય ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવાની તક આપવા બદલ હું પાન નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું અને મને ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ બની શક્યો. મને આશા છે કે અમે આવા વધુ એવોર્ડ્સ જીતીને દેશને ગૌરવ અપાવીશું અને ઓસ્કર પણ ઘરે લાવીશું.

95માં એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ થવામાં પ્રબળ દાવેદાર એવી લાસ્ટ ફિલ્મ શોને ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66માં સિમિન્સિ અને અન્ય અન્ય પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એવોર્ડ્સમાં સન્માન મળ્યું છે. સિદ્ધાર્થ રોય કપૂર, ધીરજ મોમાયા, પાન નલિન અને માર્ક ડ્યુઅલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ જાપાન અને ઈટાલીમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અમેરિકામાં સેમ્યુઅલ ગોલ્ડવિન દ્વારા આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં આ ફિલ્મ રોય કપૂર ફિલ્મ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. ભારતમાં આ ફિલ્મ નેટ ફ્લિક્સ પર પણ સ્ટ્રીમિંગ થઈ છે.

Exit mobile version