Today News

bangladesh odi captain retries, ODI વર્લ્ડ કપ પહેલા આ ટીમના કેપ્ટને જાહેર કરી નિવૃત્તિ, પ્રેસ કોન્ફરન્સમાં જ ધ્રૂસકે- ધ્રૂસકે રડી પડ્યો – bangladesh team odi captain tamim iqbal retirement news

bangladesh odi captain retries, ODI વર્લ્ડ કપ પહેલા આ ટીમના કેપ્ટને જાહેર કરી નિવૃત્તિ, પ્રેસ કોન્ફરન્સમાં જ ધ્રૂસકે- ધ્રૂસકે રડી પડ્યો - bangladesh team odi captain tamim iqbal retirement news


દિલ્હીઃ વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. જે ઓક્ટોબરથી નવેમ્બર મહિના વચ્ચે રમાશે. તેવામાં આ મહાસંગ્રામને હવે 3 મહિના જેટલો સમય બાકી છે ત્યારે એક ચોંકાવનારી ઘટના ચર્ચામાં આવી ગઈ છે. બાંગ્લાદેશના વનડે કેપ્ટન તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આનાથી તેના 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરનો અચાનક અંત કેમ આવ્યો એ સવાલ સામે ઉઠી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તમિમ ભાવુક થઈ ગયો હતો અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો.

અફઘાનિસ્તાન સામે હાર પછી લીધો મોટો નિર્ણય
ત્રણ વનડેની સિરિઝમાં અફઘાનિસ્તાન સામે શરમજનક હાર બાદ તમિમ ઈકબાલે આ નિર્ણય લીધો છે. આ પછી તેની કેપ્ટનશિપની ટીકા થઈ રહી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી, પરંતુ શાકિબ અલ હસન ટી20 અને લિટન દાસ ટેસ્ટ કેપ્ટન છે. શક્ય છે કે આ બંનેમાંથી કોઈ એકને આ વનડેની જવાબદારી મળી શકે છે. 34 વર્ષીય તમિમ ગયા વર્ષે આ સમયની આસપાસ T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થયો હતો, તેણે પોતાની છેલ્લી ટેસ્ટ એપ્રિલમાં આયર્લેન્ડ સામે રમી હતી.

તમિમે ફેબ્રુઆરી 2007માં ODI ડેબ્યૂ કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત સામે બાંગ્લાદેશની આઇકોનિક જીતમાં મેચ-વિનિંગ અડધી સદી પણ ફટકારી હતી. તેના દેશ માટે સૌથી વધુ ODI રન (8313) અને સદી (14) નો રેકોર્ડ પણ તમિમના નામે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી તે વર્તમાન ક્રિકેટરોમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે.

તમિમનો કેપ્ટન તરીકે ટ્રેક રેકોર્ડ પણ શાનદાર
ટેસ્ટ બેટ્સમેન તરીકે તમિમ 70 મેચમાં 10 સદી સાથે 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા છે. આ કોઈ પણ બાંગ્લાદેશી બેટ્સમેનના બીજા સૌથી વધુ રન છે. ODI કેપ્ટન તરીકે તમિમની જીતની ટકાવારી બાંગ્લાદેશના સફળ કેપ્ટન તરીકે ગણાતા મશરફે મોર્તઝા કરતા થોડી વધારે છે. તમિમ કેપ્ટન તરીકે 37 માંથી 21 ODI જીત્યો છે, જ્યારે તેણે ODI સુપર લીગમાં બાંગ્લાદેશને ત્રીજા સ્થાને પહોંચાડ્યું છે. આનાથી તેની ટીમ ભારતમાં આ ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી હતી. તેણે 2017માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ પણ કરી હતી.

Exit mobile version