પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની ગલફ્રેન્ડ આયેશા કમર એક મોડલ છે, તે પાકિસ્તાની એક્ટ્રેસ પણ છે,જે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આયેશા પાકિસ્તાનની સૌથી સુંદર એક્સ્ટ્રેસ પૈકીની એક છે. આ ઉપરાંત તે સૌથી વધુ ફી વસૂલ કરતી એક અભિનેત્રી પણ છે. તાજેતરમાં જ શોએબ મલિક અને આયેશા બન્નેના સ્વિમિંગ પૂલવાળો ફોટોશૂટ થયો હતો, ત્યારબાદ સાનિયા અને શોએબ વચ્ચે સંબંધો બગડ્યા હતા.
શોએબ અને સાનિયાને લઈ અનેક અટકળો ચાલી રહી છે
હાઈલાઈટ્સ:
- આયેશા કમર પાકિસ્તાની એક્ટ્રેસ છે,જે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે
- શોએબ મલિક અને આયેશા બન્નેના સ્વિમિંગ પૂલવાળો ફોટોશૂટ થયો હતો
- સાનિયા દુબઈ તો મલિક પાકિસ્તાનમાં અલગ-અલગ રહેતા હોવાની ચર્ચા
કોણ છે આયેશા કમર
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની ગલફ્રેન્ડ આયેશા કમર એક મોડલ છે, તે પાકિસ્તાની એક્ટ્રેસ પણ છે,જે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આયેશા પાકિસ્તાનની સૌથી સુંદર એક્સ્ટ્રેસ પૈકીની એક છે. આ ઉપરાંત તે સૌથી વધુ ફી વસૂલ કરતી એક અભિનેત્રી પણ છે. તાજેતરમાં જ શોએબ મલિક અને આયેશા બન્નેના સ્વિમિંગ પૂલવાળો ફોટોશૂટ થયો હતો, ત્યારબાદ સાનિયા અને શોએબ વચ્ચે સંબંધો બગડ્યા હતા.
એક ટીવી શોમાં શોએબના ખુલાસાથી આયેશા અંગે માહિતી આપેલી
એક ઈન્ટરવ્યુમાં શોએબે કહ્યું હતું કે હું એક ક્રિકેટર છું. મોડલિંગ મારું ફિલ્ડ નથી. આ ફિલ્ડમાં આયેશાએ મારી ઘણી મદદ કરી છે. આ ફોટોશૂટને જોઈને સાનિયાએ શું પ્રતિક્રિયા આપી હતી, તે અંગે શોએબે જવાબ આપ્યો હતો કે તેણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારબાદ ઓક્ટોબર,2022માં એક મેગેઝીન માટે ફોટોશુટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયામાં આ અંગે પણ ચર્ચા છે કે શોએબે એક ટીવી શો દરમિયાન સાનિયાને દગો આપ્યો. અલબત આ અંગે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 5 મહિના ડેટ બાદ સાનિયા અને શોએબ વચ્ચે લગ્ન થયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે સાનિયા અને શોએબ પાંચ મહિના ડેટ કર્યાં બાદ લગ્ન કર્યાં હતા. હૈદરાબાદમાં 12 એપ્રિલ 2010ના રોજ નિકાહ કર્યાં હતા. લાહોરમાં શોએબે 15 એપ્રિલના રોજ રિસેપ્શન આપ્યું હતું. બન્નેના લગ્નને લઈ ઘણી ચર્ચા થઈ હતી. સાનિયા અને શોએબના ઘરે વર્ષ 2018માં બાળકનો જન્મ થયો હતો.
સાનિયા દુબઈ તો મલિક પાકિસ્તાનમાં રહે છે
અત્રે ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા અને શોએબ એકબીજા વચ્ચેના તલ્લાક વચ્ચે એવી પણ માહિતી મળી છે કે તેઓ અત્યારે અલગ રહે છે. સાનિયા દુબઈ સ્થિત ફ્લેટમાં તેના બાળક સાથે રહે છે તો શોએબ પાકિસ્તાનમાં રહે છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ