Today News

axar patel wedding, ક્રિકેટર અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે, મેહા સાથે ફરશે સાત ફેરા – indian cricket star axar patel to marry gorgeous meha patel

axar patel wedding, ક્રિકેટર અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે, મેહા સાથે ફરશે સાત ફેરા - indian cricket star axar patel to marry gorgeous meha patel



ભારતીય ક્રિકેટર્સમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટીમના સ્ટાર ઓપનર લોકેશ રાહુલે બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે ત્યારે હવે ટીમનો સ્ટાર સ્પિનર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ગુજરાતનો આ સ્ટાર ખેલાડી 26 જાન્યુઆરીએ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. અક્ષર અને મેહાના લગ્ન ગુજરાતી રિતીરિવાજ પ્રમાણે થશે. જોકે, બંનેના લગ્નમાં નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલ પ્રમાણે તેમના લગ્ન નડિયાદ ખાતે યોજાશે. અક્ષરના બરોડા ટીમ અને ભારતીય ટીમના ખેલાડીઓ લગ્નમાં હાજરી આપી શકે છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ રમી રહેલા ખેલાડીઓ તેમાં હાજરી આપી શકશે નહીં. પરંતુ જે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અથવા તો જેઓ આ સિરીઝમાં રમવાના નથી તેઓ આ લગ્નમાં હાજરી આપી શકે છે. સ્ટાર બેટર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં રમવાના નથી તેથી તેઓ હાજરી આપશે કે નહીં તે જોવાનું રહેશે.

રાહુલ તેવાટિયા, કૃણાલ પંડ્યા અને રવિન્દ્ર જાડેજા અક્ષરના ઘણા ખાસ મિત્રો છે તેથી તેઓ આ લગ્નમાં હાજરી આપી શકે છે. અક્ષર અને મેહાના લગ્નની વિધીઓ શરૂ થઈ ગઈ છે. તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઢોલ-નગારાના તાલે મહેમાનો નાચતા જોવા મળે છે અને અક્ષર તથા મેહા પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે.

કોણ છે અક્ષર પટેલની પત્ની મેહા?
અક્ષર પટેલની થનારી પત્ની મેહા ડાયેટિશિયન અને ન્યુટ્રિશિયનિસ્ટ છે. તે પોતાની બ્રાન્ડ ડીટી.મેહાની ફાઉન્ડર છે અને સોશિયલ મીડિયા દ્વારા તે લોકોને ડાયેટ અંગે માર્ગદર્શન આપતી રહે છે. નેહાને ટ્રાવેલિંગ ઘણું પસંદ છે અને તે પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણે પોતાના હાથ પર અક્ષરના નામનું ટેટુ પણ કરાવ્યું છે.

Exit mobile version