ઈન્દોર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કાંગારૂ ટીમના રહસ્યો ખોલ્યા!
MRF પેસ ફાઉન્ડેશનના કોચિંગના નિર્દેશક ગ્લેન મેકગ્રાએ કહ્યું, ‘મને લાગે છે કે તેઓ અત્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન પર ખૂબ આધાર રાખે છે. ટ્રેવિસ હેડ માટે આ સારું વર્ષ રહ્યું છે અને હવે સમગ્ર બેટિંગ યુનિટે એકતા દર્શાવવી પડશે. આ પ્રમાણે ટીમ વર્કમાં પ્રદર્શન કરવામાં આવશે તો જ ભારત સામે ટેસ્ટ મેચ જીતી શકાશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા હવે આગામી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય સ્પિન બોલરો પર ટાર્ગેટ કરી શકે છે.
તેમના નિવેદન પરથી સ્પષ્ટપણે સંકેત મળી રહ્યો છે કે આગામી સમયમાં હવે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રન બનાવવા કરતા વધારે ક્રિઝ પર સમય પસાર કરશે. ત્યારપછી લૂઝ ડિલિવરી પર જ શોટ્સ મારી શકશે.
ભારતની સામે સૌથી મોટી નબળાઈ છતી થઈ
ઓસ્ટ્રેલિયા માટે 124 ટેસ્ટમાં 563 વિકેટ લેનારા 53 વર્ષીય ભૂતપૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું, ‘મને લાગે છે કે ટ્રેવિસ હેડ ભારતમાં સ્પિન સામે કેવી રીતે રમવું એની યોજનાને બરાબર વળગીને રહી શકતા નથી. પ્રથમ ટેસ્ટમાં તે ખૂબ જ ડિફેન્સિવ હતો જ્યારે બીજી ટેસ્ટમાં તે ખૂબ જ આક્રમક હતો. તેણે આ બંને વચ્ચેનો માર્ગ શોધવા અને ક્રિઝ પર વધુ સમય પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ગ્લેન મેકગ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનની ગેરહાજરીએ ટીમના સંતુલનને અસર કરી હતી, પરંતુ નાગપુરમાં પ્રથમ ટેસ્ટ માટે હેડને પડતો મૂકવા જેવા પસંદગીના નિર્ણયો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ભારતની સંભવિત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.