ઓસ્ટ્રેલિયાએ જોકે, પહેલા સત્રમાં જ વેસ્ટઈન્ડીઝની બાકી બચેલી છ વિકેટ ઝડપી લીધી. આ દરમિયાન વેસ્ટઈન્ડીઝની ટીમ પોતાના સ્કોરમાં માત્ર 39 રન જ જોડી શકી. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં 164 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડમાં તેની જીત એકતરફી રહી. ઓસ્ટ્રેલિયાનો એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં અજેય રહેવાનો રેકોર્ડ જળવાઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે સવારે વેસ્ટઈન્ડીઝની ઈનિંગ્સને સમેટવમાં વધારે મોડું ન કર્યું. સ્ટાર્કએ ડેવોન થામસ (12 રન)ને વિકેટ પાછળ કેચ આઉટ કરાવી તેની શરૂઆત કરી. આ ઝડપી બોલરે તે પછી જેસન હોલ્ડર (11 રન)ની વિકેટ ઝડપી. નેસરે વિકેટકીપર અલેક્સ કેરીની મદદથી રોસ્ટન ચેઝ (13 રન) અને જોશુઆ ડિસિલ્વા (15 રન)ને પેવેલિયન મોકલ્યા. નાથન લિયોને અલજારી જોસેફને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટોનો આંકડો 450એ પહોંચાડ્યો. નેસરે મારક્વિન્હોને મિંડલેને વિકેટ પાછળ કેચ આઉટ કરાવી વેસ્ટઈન્ડીઝની ઈનિંગ્સનો અંત કર્યો. આ કેરીનો ઈનિંગ્સમાં છઠ્ઠો કેચ હતો.
ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગ્સ સાત વિકેટ પર 511 રનને ડિક્લેર કરી હતી. તેની ઈનિંગ્સનું મુખ્ય આકર્ષણ ટ્રેવિસ હેડ (175 રન ) અને માર્નસ લાબુશેન (163 રન) રહ્યા. લાબુશેને પહેલી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી અને તેને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ અપાયો.
વેસ્ટઈન્ડીઝે પોતાની પહેલી ઈનિંગ્સમાં 241 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેને ફોલોઓન ન દીધું અને પોતાની બીજી ઈનિંગ્સ છ વિકેટ પર 199 રને ડિક્લેક કરી દીધી હતી.