Today News

Asian Games: જ્યારે મારું નામ નહતું તો… એશિયન ગેમ્સમાં સામેલ ન થવા પર શિખર ધવને તોડ્યું મૌન – shikhar dhawan on not gettinh slected asian games 2023 team india squad

Asian Games: જ્યારે મારું નામ નહતું તો... એશિયન ગેમ્સમાં સામેલ ન થવા પર શિખર ધવને તોડ્યું મૌન - shikhar dhawan on not gettinh slected asian games 2023 team india squad


નવી દિલ્હીઃ ભારતના સિનિયર બેટ્સમેન શિખર ધવનને ભારતની એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર કરવામાં આવતા તે થોડો અચંબામાં પડી ગયો હતો, પરંતુ તે નજીકના ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં પુનરાગમન કરવા માટે મક્કમ છે. ટોચના ખેલાડીઓ ઘરની ધરતી પર વનડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં યોજાનારી હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે યુવા ટીમની જાહેરાત કરી છે. 37 વર્ષીય ડાબોડી બેટ્સમેન ચીનમાં એશિયાડ માટે ટીમનું સુકાન સંભાળશે તેવી અપેક્ષા હતી, જે ભૂમિકા તે 10 મહિના પહેલા સુધી ભજવી રહ્યો હતો, પરંતુ સિલેક્ટર્સે તેને પસંદ ન કર્યો અને ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો.

શિખર ધવને વ્યક્ત કર્યું દુઃખ
શિખર ધવને ગુરુવારે એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, જ્યારે મારું નામ એશિયન ગેમ્સની ટીમમાં નહોતું ત્યારે હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ત્યારબાદ મને લાગ્યું કે, તેની વિચાર પ્રક્રિયા અલગ હશે. તમારે તે સ્વીકારવું પડશે. ખુશ છું કે, ઋતુરાજ (ગાયકવાડ) ટીમનું નેતૃત્વ કરશે. તેમાં તમામ યુવા ખેલાડીઓ છે, મને ખાતરી છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. શુભમન ગિલ રોહિત શર્મા સાથે બેટિંગ ક્રમમાં ટોચ પર જોડાઈ ગયો છે. એટલે એવું લાગે છે કે, ભારતીય ટીમે હવે શિખર ધવનને પાછળ છોડી દીધો છે. કારણ કે, ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પછી તેને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નહતો ત્યાં સુધી તે વન ડે ફોર્મેટનો ખેલાડી બન્યો હતો.

હવે તકની શોધમાં છે ગબ્બર
છેલ્લા એક દાયકાથી ભારતના ટોચના વનડે બેટ્સમેન રહી ચૂકેલા શિખર ધવને કહ્યું હતું કે, તે નથી જાણતો કે, ભવિષ્યમાં શું થશે, પરંતુ જો તક મળશે તો તે તેના માટે તૈયાર રહેશે. ધવને કહ્યું, ‘હું ચોક્કસપણે (વાપસી માટે) તૈયાર થઈશ. તેથી હું મારી જાતને ફિટ રાખું છું (જેથી જ્યારે પણ તક મળે ત્યારે હું તૈયાર હોઉં). હંમેશા તક હોય છે પછી ભલે તે એક ટકા હોય કે 20 ટકા. તેણે કહ્યું, ‘મને હજી પણ ટ્રેનિંગનો આનંદ છે અને મને રમવાની મજા આવે છે. આ વસ્તુઓ મારા નિયંત્રણમાં છે. નિર્ણય જે પણ હોય, હું તેનું સન્માન કરું છું. ધવન હજી પણ બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ક્રિકેટર છે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઘણો સમય વિતાવે છે.

Exit mobile version