અફઘાનિસ્તાનને હમદર્દ માને છે પાકિસ્તાન પણ..
અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા પછી પાકિસ્તાન કાબુલને પોતાનું નજીકનું મિત્ર ગણાવવાની કોશિશ કરી રહ્યું છે. તેની કોશિશ હતી કે અફઘાનિસ્તાનમાં તેની ઈચ્છા પ્રમાણેનું થાય. પાકિસ્તાને હથિયાર આપવાની સાથે થોડી મદદ કરી પરંતુ હજુ સુધી તાલિબાન અને અફઘાનિસ્તાનને સાધવાની કોશિશ સફળ થઈ નથી. પરંતુ તાલિબાન ભારતને મહત્વ આપી રહ્યું છે. દુબઈના મેદાન પર અફઘાની ખેલાડીઓ સાથે જે થયું તે પણ પાકિસ્તાનની ઈચ્છાને વ્યક્ત કરે છે.
અફઘાનિસ્તાન સમજી ગયું હશે સાચું મિત્ર કોણ છે?
અફઘાનિસ્તાનનું હોમગ્રાઉન્ડ લખનૌનું ઈકાના સ્ટેડિયમ રહેતું હતું. યુદ્ધ અને નબળી આર્થિક સ્થિતિના કારણે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ મેદાન નહોતા. એવામાં ભારતે તેની ઘણી મદદ કરી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનને પોતાનું હમદર્દ ગણાવતા પાકિસ્તાને કાબુલના ખેલાડીઓ પર બેટ ઉગામવાની કોશિશ કરી છે. જોકે, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ત્યાં સમસ્યા વધી ગઈ અને આ દરમિયાન ભારતે અંતર રાખ્યું હતું પરંતુ ઘઉંની મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. પરંતુ પાકિસ્તાને વચ્ચે ટાંગ અડાડવાની કોશિશ કરી હતી.
મેદાનથી લઈને સડક સુધી ટેન્શન, મારામારી
પાકિસ્તાન સામે હાર્યા બાદ સ્ટેડિયમમાં બેઠેલા અફઘાનિસ્તાનના ફેન્સ નારાજ તો ઘણાં થયા, તેમણે ખુરશીઓ પર ગુસ્સો કાઢ્યો હતો. પરંતુ જે સ્ટેડિયમની બહાર થયું તે હેરાન કરનારું હતું. મેદાનની બહાર બન્ને ટીમોના પ્રશંસકો આમને-સામને આવી ગયાની ઘટનાઓ પણ બની હતી.