પાકિસ્તાનની ઠાલી ધમકીઓ
એશિયન ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે, પરંતુ તેણે ચેમ્પિયનશિપની માત્ર ચાર મેચ જ યોજવાની છે. ફાઈનલ સહિત નવ મેચો શ્રીલંકામાં યોજાશે. જોકે, આ સમગ્ર ટુર્નામેન્ટની યજમાની માત્ર પાકિસ્તાન પાસે હતી. પરંતુ બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. બીસીસીઆઈ એ કહ્યું હતું કે અમે અમારી ટીમ પાકિસ્તાન નહીં મોકલીએ. ત્યારે પાકિસ્તાને પણ ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તમે નહીં આવો તો અમે પણ ભારત નહીં આવીએ અને આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું. આ અંગે બંને પક્ષો તરફથી નિવેદનબાજી થઈ હતી.
એકલું પડી ગયું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
અંતે, પાકિસ્તાને બીજો દાવ અજમાવ્યો હતો જેમાં તેણે પ્રથમ વખત હાઈબ્રિડ મોડલનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ યોજાશે, પરંતુ ભારત તેની મેચ યુએઈમાં રમી શકશે. પરંતુ વાતમાં ટ્વિસ્ટ આવવાનો બાકી હતો. સાઉદી અરબની ગરમી જોઈને ભારત સહિત અન્ય દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ટીમોએ કહ્યું કે વર્લ્ડ કપ વર્ષમાં દુબઈની ગરમી ખેલાડીઓને પરેશાન કરશે અને એક-બે મહિના પહેલા આ પ્રકારનું જોખમ લેવું યોગ્ય નથી.
એક તીરે બે નિશાન પાર પાડ્યા
આવી સ્થિતિમાં બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઈબ્રિડ મોડલને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કેટલીક શરતો સાથે. હવે યુએઈના વિકલ્પને હટાવીને શ્રીલંકા ચિત્રમાં પ્રવેશ કરે છે એટલે કે પાકિસ્તાન પાસે એશિયા કપની માત્ર ચાર મેચો જ હશે જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત નવ મેચો રમાશે. એશિયા કપના શિડ્યુલની મંજૂરી સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારત આવશે.