asia cup 2023, સપ્ટેમ્બરમાં રમાશે એશિયા કપ, ભારત અને પાકિસ્તાન મેચ અંગે આવ્યું મોટું અપડેટ - asian cricket council announces calendar for next two years

asia cup 2023, સપ્ટેમ્બરમાં રમાશે એશિયા કપ, ભારત અને પાકિસ્તાન મેચ અંગે આવ્યું મોટું અપડેટ – asian cricket council announces calendar for next two years


એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરૂવારે કહ્યું હતું કે એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાશે. આ વખતે એશિયા કપનું ફોર્મેટ વન-ડેનું રહેશે. જોકે, આ ટુર્નામેન્ટના યજમાન દેશની જાહેરાત હજી સુધી કરવામાં આી નથી. આ વર્ષે પાકિસ્તાન એશિયા કપનું યજમાન છે પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંને દેશો વચ્ચેના રાજકિય તણાવને ધ્યાનમાં રાખતા ત્યાં રમવા જવા ઈચ્છુક નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી બે વર્ષ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તત્કાલિન અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આ વલણનો વિરોધ કર્યો હતો. રમીઝ રાજાએ તો ત્યાં સુધી ધમકી આપી દીધી હતી કે પાકિસ્તાન ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ 2023નો બહિષ્કાર કરશે. જોકે, હવે પીસીબીમાં રમીઝ રાજાના સ્થાને નજમ સેઠી આવ્યા છે તેથી હકારાત્મક વિકાસ થઈ શકે છે. એશિયા કપ 2023માં છ ટીમો હશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર ટીમને રમવાની તક મળશે.

ગત વર્ષે ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ પણ ટી20 ફોર્મેટમાં રમાયો હતો. જેમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. યુએઈમાં રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારત આ વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે અને તેને ધ્યાનમાં રાખતાં જ આ વખતે એશિયા કપ પણ વન-ડે ફોર્મેટમાં રમાશે. બીસીસીઆઈ સચિવ અને એસીસી અધ્યક્ષ જય શાહે આગામી બે વર્ષ માટે કેલેન્ડર જારી કર્યું છે અને જણાવ્યું છે કે, આ કાર્યક્રમ આ રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમારા પ્રયાસો અને ઝનૂનને વ્યક્ત કરે છે. આ ક્રિકેટ માટે સારો સમય છે.

એસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા બે વર્ષની સાયકલ (2023-2024 વચ્ચે) દરમિયાન કુલ 145 વન-ડે અને ટી20 મેચ રમાશે. જેમાં 2023માં 75 અને 2024માં 70 મેચ રમાશે. આ ઉપરાંત કેલેન્ડરમાં ઈમર્જિંગ (અંડર-23) એશિયા કપનું પણ કમ બેક થયું છે. આ વર્ષે જુલાઈમાં મેન્સની આઠ ટીમોની ટુર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાશે. આગામી વર્ષે ડિસેમ્બરમાં આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આ વર્ષે જૂનમાં રમાનારી વિમેન્સ ઈમર્જિંગ એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે જેમાં આઠ ટીમો ભાગ લેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *