Asia Cup 2023,એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેરઃ એક ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, જાણો કોણ-કોણ છે ટીમમાં સામેલ - asia cup 2023 india squad announce kl rahul and shreyas iyer return in 17 member team

Asia Cup 2023,એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેરઃ એક ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, જાણો કોણ-કોણ છે ટીમમાં સામેલ – asia cup 2023 india squad announce kl rahul and shreyas iyer return in 17 member team


એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલી આ ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. આ ટીમમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું કમબેક થયું છે. જોકે, આ ટીમમાં તિલક વર્માની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠક બાદ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આ ખેલાડીઓનું થયું કમબેક
ભારતીય ક્રિકેટ ટીમમાં લાંબા સમય બાદ ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું કમબેક થયું છે. બુમરાહ ઈજાના કારણે ટીમની બહાર હતો. આ ઉપરાંત લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનું પણ કમબેક થયું છે. આ બંને સ્ટાર બેટ્સમેનો પણ ઈજાગ્રસ્ત હતા જેના કારણે તેઓ ક્રિકેટથી દૂર રહ્યા હતા. બુમરાહે આયર્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ટી20 સીરિઝ દ્વારા કમબેક કર્યું છે. જ્યારે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર સીધા એશિયા કપમાં રમતા જોવા મળશે.

પાકિસ્તાન વિરુદ્ધ થશે ભારતીય ટીમના અભિયાનની શરૂઆત
ભારતીય ટીમ બીજી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ શ્રીલંકામાં પલ્લીકલના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે ગત વખતે વન-ડે ફોર્મેટમાં જીત મેળવી હતી જ્યારે T20 ફોર્મેટમાં શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને એશિયા ચેમ્પિયન બની હતી. હવે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર માત્ર એશિયા કપ જીતવાનો નથી પરંતુ વન-ડે વર્લ્ડ કપ માટે મજબૂત ટીમ બનાવવાનો છે. એશિયા કપ વર્લ્ડ કપની ટીમ તૈયાર કરવાની સુવર્ણ તક પૂરી પાડશે.

આ પસંદગી સમિતિએ ટીમની પસંદગી કરી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજિત અગરકરના નેતૃત્વમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન શરથની બનેલી સમિતિ દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે. પસંદગીની બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ હાજર રહ્યા હતા.

એશિયા કપ માટે ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજૂ સેમસન (બેક અપ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *