Asia Cup: 194 દિવસ બાદ કોહલીએ ફટકારી અડધી સદી, સરભર કર્યો રોહિતનો રેકોર્ડ - asia cup 2022 india vs hong kong virat kohli register half century after 194 days

Asia Cup: 194 દિવસ બાદ કોહલીએ ફટકારી અડધી સદી, સરભર કર્યો રોહિતનો રેકોર્ડ – asia cup 2022 india vs hong kong virat kohli register half century after 194 days


ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની અને સ્ટાર બેટર વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે. જેના કારણે તેની ઘણી ટીકાઓ પણ થઈ છે. જોકે, એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે હોંગકોંગ વિરુદ્ધ રમાયેલી મેચમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે લાજવાબ બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. હોંગકોંગના સુકાનીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સુકાની રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, આ બંને બેટર મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. પાવરપ્લેમાં ભારતે રોહિતની વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં બેટિંગમાં આવેલા કોહલીએ સેટ થવા માટે થોડો સમય લીધો હતો.

વિરાટ કોહલીએ છ મહિના બાદ ફટકારી અડધી સદી
વિરાટ કોહલીએ છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી. જ્યારે અડધી સદી ફટકારી હોવાની વાતને પણ છ મહિના જેટલો સમય થઈ ગયો હતો. તેણે ફેબ્રુઆરીમાં અડધી સદી ફટકારી હતી. તેણે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 52 રનની ઈનિંગ્સ રમી હતી. હોંગકોંગ સામેની મેચમાં તેની શરૂઆત ધીમી રહી હતી અને તેણે 18 બોલમાં 15 રન નોંધાવ્યા હતા. 40 બોલમાં તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ઈનિંગ્સના અંતમાં તે 44 બોલમાં 59 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. તેણે એક ચોગ્ગો અને એક સિક્સર ફટકારી હતી.

31મી 50+ની ઈનિંગ્સ, રોહિતના રેકોર્ડની બરાબરી કરી
વિરાટ કોહલીની આ 101મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ છે. જેમાં તેણે 31મી વખત 50 કે તેથી વધુ રનની ઈનિંગ્સ રમી છે. તેણે સૌથી વધુ 50+નો સ્કોર નોંધાવવાના મામલે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. ભારતીય સુકાની રોહિત શર્માએ 27 અડધી સદી અને ચાર સદી ફટકારી છે. રોહિત આ મેચમા મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો અને તે 13 બોલમાં 21 રન નોંધાવીને આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ સાથે નોંધાવી 98 રનની ભાગીદારી
હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તાબડતોબ બેટિંગ કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. પરંતુ સૂર્યકુમાર યાદવ વધારે આક્રમક રહ્યો હતો. તેણે ટી20માં પોતાની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી અને આ અડધી સદી તેની સૌથી ઝડપી અડધી સદી છે. તેણે ફક્ત 22 બોલમાં જ 50 રન ફટકારી દીધા હતા. સૂર્યકુમાર યાદવ પણ નોટઆઉટ રહ્યો હતો અને તેણે કોહલી સાથે 98 રનની ભાગીદારી નોંધાવી હતી. સૂર્યકુમારે 26 બોલમાં અણનમ 68 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે છ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *