IPL 2023, Mumbai Indians vs Sunrisers Hyderabad: વર્તમાન સિઝન દ્વારા આઈપીએલમાં પદાર્પણ કરનારા અર્જુન તેંડુલકરે મંગળવારે હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકર લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર હોવાથી તેના વિશે વધારે ચર્ચા થતી હોય છે. તેના પ્રદર્શન પર પણ લોકો વધારે ધ્યાન આપી રહ્યા છે.