ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન - ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy

ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન – ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકા પર શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. મજબાનોએ બતાવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર પણ તેઓ જીતી શકે છે. બીજી તરફ, શ્રીલંકા હાલ શોકની સ્થિતિમાં છે, કારણ કે 91 રનોથી મેચ હારવી એક ખૂબ જ અપમાનજનક કહેવાય. એવું લાગી રહ્યું હતું કે તેઓ પડકાર ઝીલવા માટે તૈયાર નહોતા. દાસુન શનાકાએ જોર ચોક્કસ લગાવ્યું પણ તેમાં સફળતા મળી નહીં.

અજય જાડેજાનું મોટુ નિવેદન

આ સિવાય ટી 20 કેપ્ટનશિપને લઈને હાર્દિક પંડ્યા ખૂબ જ મજબૂત થઈ ગયો છે. આ વખતે અજય જાડેજાએ એક મોટુ નિવેદન આપ્યું છે. પૂર્વ બેટ્સમેન અજય જાડેજાએ કહ્યું કે, હાર્દિક પંડ્યાએ ઉમરાનનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો, તેણે બધુ બરાબર કર્યું. હું કહીશ કે માત્ર એટલા માટે કે એક અઠવાડિયા પહેલાં તમે કેપ્ટન નહોતા અને એક અઠવાડિયા બાદ તમે છો. એનો મતલબ એ નથી કે તમારે એટલા ઝડપથી દોડવાનું છે, જેટલું તમે દોડી રહ્યા હતા. તમારે બધુ જ ચાલુ રાખવું જોઈએ.
Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ…આ રીતે પલટાયું નસીબ
કોમેન્ટના તાર ધોની-વિરાટ સાથે સંકળાયેલા
અજય જાડેજાએ કેપ્ટનશિપને લઈને પણ રસપ્રમદ કોમેન્ટ કરી હતી. તેઓએ હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પર એક એવી કોમેન્ટ કરી કે તેના તાર ધોની અને વિરાટ સાથે સંકળાય છે. તેઓએ કહ્યું કે, જો કે, આપણી પાસે હજુ પણ રોહિત શર્મા છે, જે આગળ વધી રહ્યો છે અને તેના રેકોર્ડ બતાવે છે કે તે સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. દરેકને પોતાની જગ્યા મળી છે, પરંતુ હાર્દિક પંડ્યાએ રાહ જોવી પડશે.

રોહિતને પણ તક મળવી જોઈએ
તેઓએ ધોની અને વિરાટને લઈને કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન માટે વિરાટ કોહલીને પસંદ કર્યો હતો. તે તેના ઉત્તરાધિકારી બન્યો. આ બોર્ડ કે પસંદગી ટીમે નહોતું કર્યું. મને લાગે છે કે તમારે તેને અહીંથી આગળ લઈ જવો જોઈએ. રોહિતને પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરવા દેવો જોઈએ. મહત્વનું છે કે, ધોની બાદ વિરાટ કોહલી કેપ્ટન બન્યો હતો. જ્યારે એના પછી રોહિત શર્મા કેપ્ટન બન્યો.
ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન - ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincyIND vs SL: વનડે સીરિઝમાં Virat Kohliનું કમબેક, આ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક
હાર્દિક પંડ્યા બનશે કેપ્ટન?

ઉલ્લેખનીય છે કે, માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની સાથે જ હાર્દિક પંડ્યાને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ સિલેક્ટર્સે હજુ સુધી એના પર કોઈ નિર્ણય લીધો નથી. જો કે, રોહિતની ગેરહાજરીમાં શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે હાર્દિકને કેપ્ટન બનાવવમાં આવ્યો હતો, જ્યારે વનડે માટે કેએલ રાહુલની જગ્યાએ ઉપકપ્તાન બનાવવામાં આવ્યો હતો.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *