Today News

Adani Groupના મામલા પર Virender Sehwagએ કર્યો પલટવાર, કહ્યું ગોરાઓને ઇન્ડિયાની પ્રગતિ સહન થતી નથી – virender sehwag hits hindenburg on adani group case

Adani Groupના મામલા પર Virender Sehwagએ કર્યો પલટવાર, કહ્યું ગોરાઓને ઇન્ડિયાની પ્રગતિ સહન થતી નથી - virender sehwag hits hindenburg on adani group case


નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સૌથી મજબૂત ગ્રુપ ગણાતા અદાણી ગ્રુપમાં 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના અહેવાલ બાદ હલચલ મચાવી દીધી છે. અદાણી ગ્રુપના શેર સતત નીચે આવવા લાગ્યા છે. હિન્ડેનબર્ગના અહેવાલ બાદ વિશ્વના બીજા સૌથી ધનિક ગ્રુપના વડા ગૌતમ અદાણી TOP20માંથી પણ બહાર થઈ ગયા હતા અને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે વિપક્ષ નરેન્દ્ર મોદી સરકાર પર આક્રમક સવાલોના બાઉન્સર ફેંકી રહ્યો છે તો બીજી તરફ ગૌતમ અદાણીએ ખુદ સામે આવીને ખુલાસો આપવો પડ્યો હતો.

હિંડનબર્ગનું નામ લીધા વગર કર્યો પલટવાર
જોકે આ દરમિયાન પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ભારતીય બજાર અને અદાણી ગ્રુપમાં આવેલા ભૂકંપને લઈને હિંડનબર્ગ પર મોટો હુમલો કર્યો છે. હિંડનબર્ગનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ગોરાઓ ભારતની પ્રગતિને સહન કરી શકતા નથી. એટલું જ નહીં તેણે આ સમગ્ર મામલાને આયોજનબદ્ધ કાવતરું ગણાવ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ભારતની પ્રગતિ ગોરાઓથી સહન નથી થતી. ભારતીય બજારનું આ રીતે પતન એ ચતુરાઈપૂર્વક આયોજનબદ્ધ કાવતરું લાગે છે. તેમણે વધુમાં લખ્યું કે તમે ગમે તેટલી કોશિશ કરો, પરંતુ હંમેશાની જેમ ભારત મજબૂત રહેશે સેહવાગનું આ ટ્વીટ થોડી જ વારમાં વાયરલ થવા લાગ્યું હતું. તેના પર તમામ ફેન્સની પ્રતિક્રિયા પણ આવી રહી છે. તેમાંથી મોટાભાગના તેમના હીરો સાથે સહમત પણ જોવા મળે છે. તો તમને જણાવી દઈએ કે હિંડનબર્ગના રિપોર્ટની અસર એ હતી કે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેર લોઅર સર્કિટ પર આવી ગયા છે.

20 હજાર કરોડનો FPO પરત ખેંચ્યો
ગૌતમ અદાણી ગ્રૂપની નેટવર્થ પણ ખૂબ જ ઝડપથી ઘટી છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની છબી પણ બગડી છે. તે 20 હજાર કરોડનો FPO લાવી રહ્યા હતા. પરંતુ આ વિવાદ પછી તેને મોકૂફ રાખવો પડ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે પોતે એફપીઓમાં રોકાયેલા રોકાણકારોના પૈસા પરત કરશે. છેલ્લા લગભગ બે અઠવાડિયાથી આ સમગ્ર મામલો ગરમાયો છે અને અદાણી ગ્રૂપના શેર 44%થી વધુ તૂટ્યા છે.

Read Latest Sports News And Gujarat News

Exit mobile version