રિષભ પંતનો અકસ્માત થયો હોવાની ખબર સામે આવ્યાના થોડા જ કલાકમાં ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી અને સાથે લખ્યું હતું ‘પ્રાર્થના કરી રહી છું’. #love #UrvashiRautela #UR1 જેવા હેશટેગ પણ લખ્યા હતા. તેણે પોસ્ટમાં ક્રિકેટરનું નામ નહોતું લખ્યું પરંતુ પોસ્ટ તેના માટે જ હોવાનું ફેન્સને લાગ્યું હતું. કેટલાક યૂઝરે ‘ગેટ વેલ સૂન’ લખ્યું હતું તો એક યૂઝરે લખ્યું હતું ‘રિષભ ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે’
ક્રિકેટર રિષભ પંતને મળવા પહોંચી ઉર્વશી રૌતેલા
હાઈલાઈટ્સ:
- આ ફોટો પરથી જાણવા મળી રહ્યું છે કે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા કદાચ રિષભ પંતને મળવા હોસ્પિટલ ગઈ હશે.
- ઉર્વશી રૌતેલાએ ગુરુવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર હોસ્પિટલની બિલ્ડિંગની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી. તે હોસ્પિટલની નજીક હોઈ શકે છે.
- બુધવારે રિષભ પંતને તેની સર્જરી માટે દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.
અકસ્માત નડતા રિષભ પંતને શરીરના કયા ભાગે પહોંચી ઈજા? શું ફરી ક્રિકેટ રમી શકશે?
ટીમ ઈન્ડિયાના યંગ ક્રિકેટર રિષભ પંત (Wicketkeeper Batsman Rishabh Pant)ની (Rishabh Pant) કારના થયેલા ભયાનક અકસ્માતે ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. ન્યૂ યર પર મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે વતન જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે રુડકીની નારસન બોર્ડર પર તેની મર્સિડીઝ બેંઝ કાર પલટી મારી હતી અને આગમાં બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ ગમે તેમ કરીને પંત મોતને મ્હાત આપતા વિંડ સ્ક્રીન તોડી બહાર આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. તેને પગ અને પીઠના ભાગે ઈજા પહોંચી છે. હાલ, તેની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે. પંત જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય તેવી સાથી ક્રિકેટરો અને ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.
BCCI રિષભ પંતનું કરિયર બરબાદ નહીં થવા દે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પંતને ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. વિકેટકીપર બેટ્સમેન માટે ઘૂંટણની ઈજા સારી માનવામાં આવતી નથી. કારણકે વિકેટકીપર વિકેટની પાછળ બેસીને કીપીંગ કરે છે. આવી સ્થિતિમાં પંત માટે આવનારો સમય થોડો મુશ્કેલ બની શકે છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પંતને પગની ઘૂંટી, જમણા ઘૂંટણની અસ્થિબંધન, જમણા કાંડા, પગની ઘૂંટી, પગ અને પીઠમાં ઈજા થઈ હતી. પંતની હાલત હવે સ્થિર છે.
પંત માટે પ્રાર્થના કરી રહી છે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા
રિષભ પંતનો અકસ્માત થયો હોવાની ખબર સામે આવ્યાના થોડા જ કલાકમાં ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી અને સાથે લખ્યું હતું ‘પ્રાર્થના કરી રહી છું’. #love #UrvashiRautela #UR1 જેવા હેશટેગ પણ લખ્યા હતા. તેણે પોસ્ટમાં ક્રિકેટરનું નામ નહોતું લખ્યું પરંતુ પોસ્ટ તેના માટે જ હોવાનું ફેન્સને લાગ્યું હતું. કેટલાક યૂઝરે ‘ગેટ વેલ સૂન’ લખ્યું હતું તો એક યૂઝરે લખ્યું હતું ‘રિષભ ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે’, તો એકે લખ્યું હતું ‘ભાભી હિંમત રાખો બધું ઠીક થઈ જશે’. અન્ય એક યૂઝરે ઉર્વશીના રિષભ પ્રત્યેના પ્રેમને સાચો પ્રેમ ગણાવ્યા હતા. કેટલાક યૂઝર તેવા પણ હતા જેમણે તેઓ પણ એક્ટ્રેસની જેમ પંત માટે પ્રાર્થના કરી રહ્યા હોવાનું લખ્યું હતું. ઉર્વશીએ જે રીતે પંત માટે સહાનુભૂતિ દાખવી તે તેના ફેન્સને પસંદ આવ્યું હતું.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ