pak vs zim last over, PAK Vs ZIM: અંતિમ 4 બોલમાં 4 રન ના બનાવી શક્યું પાકિસ્તાન, અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વે હાવી થઈ ગયું - pakistan could not score 4 runs in last 4 balls lose against zimbabwe

pak vs zim last over, PAK Vs ZIM: અંતિમ 4 બોલમાં 4 રન ના બનાવી શક્યું પાકિસ્તાન, અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વે હાવી થઈ ગયું – pakistan could not score 4 runs in last 4 balls lose against zimbabwe


Pak Vs Zim Last Over: 4 બોલમાં ચાર રનની જરુર હતી અને આખી મેચ લગભગ પાકિસ્તાનના હાથમાં હતી આમ છતાં ઝિમ્બાબ્વેની ટીમના તરખાટ સામે પાકિસ્તાન ટકી શક્યું નહોતું. રસાકસીવાળી રહેલી મેચમાં આખરે ઝિમ્બાબ્વેનો વિજય થતા ટીમે જાણે વર્લ્ડકપ જીતી લીધો હોય તે રીતે ખુશીનો પાર નહોતો રહ્યો. આ મેચના અંતિમ બોલમાં જે થયું તે પાકિસ્તાન સિવાય અન્ય ટીમો માટે પણ ભારે આશ્ચર્યભર્યું રહ્યું હશે. કારણ કે ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જ્યો છે. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રનની જરુર હતી પરંતુ ટીમ માત્ર 9 રન કરવામાં જ સફળ થઈ હતી. આ સાથે આ ઓવરમાં પાકિસ્તાને એક વિકેટ પણ ગુમાવી હતી.

પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં સતત બીજી મેચ હાર્યું છે, પહેલા ભારત સામે અને હવે ઝિમ્બાબ્વે સામે ટીમની હાર થઈ છે. ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની એક રનથી હાર થઈ છે. પર્થ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન 131 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું. જેના જવાબમાં ટીમ 129 રન જ કરી શકી હતી. અંતિમ ઓવરમાં ટીમને જીત માટે 11 રનની જરુર હતી અને ક્રિઝ પર મોહમ્મદ નવાઝ સાથે મોહમ્મદ વસીમ જૂનિયર હતો. જ્યારે બોલ ઝિમ્બાબ્વેના બ્રેડ ઈવાંસના હાથમાં હતો.


પહેલો બોલઃ બ્રેડ ઈવાંસના બોલ પર મોહમ્મદ નવાઝે મિડ ઓફ ઉપરતી રમવાની કોશિશ કરી હતી. બોલ ચાર માટે જઈ રહ્યો હતો, પરંતુ કેપ્ટન ઈરવિને બોલ ડાઈવ મારીને રોકી લીધો હતો. આ દરમિયાન નવાઝે ત્રણ રન લીધા હતા.

બીજો બોલઃ મોહમ્મદ વસીમ જૂનિયરે બોલરના માથા પરથી બોલ મારતા ચોગ્ગો મળ્યો હતો, હવે ટીમને જીતવા માટે 4 બોલમાં 4 રનની જરુર હતી.

ત્રીજો બોલઃ ઈવાંસના બોલ પર વસીમે લેગ સાઈડમાં રમીને એક રન લીધો હતો. હવે પાકિસ્તાનને ત્રણ બોલમાં ત્રણ રનની જરુર હતી.

ચોથો બોલઃ પછાડીને નાખેલા બોલ પર નવાઝે રૂમ બનાવીને રમવાની કોશિશ કરી હતી, પરંતુ તે બીટ થઈ ગયો હતો. બોલ સીધો વિકેટકીપરના હાથમાં જતો રહ્યો હતો.

પાંચમો બોલઃ ઈવાંસના બોલ પર નવાઝે મિડ ઓફની ઉપરથી રમવાની કોશિશ કરી હતી, પરંતુ બોલ અને બેટનો સારો સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન ઈરવિને કેચ કરી લીધો હતો.

છઠ્ઠો બોલઃ અંતિમ બોલ પર શાહીન આફ્રીદીએ રમ્યો હતો. બોલરે બોલ નાખ્યો અને આફ્રીદીના બેટના નીચેના ભાગમાં અડીને લોન્ગ ઓન તરફ ગયો હતો. આફ્રીદી અને વસીમે પહેલો રન પૂરો કર્યો પછી બીજો લેવાની કોશિશ કરી હતી, પરંતુ ફીલ્ડરનો થ્રો પહેલા આવી જતા વિકેટકીપર એન્ડ પર શાહીન રન આઉટ થઈ ગયો હતો.


આમ પાકિસ્તાન જીતની નજીક પહોંચ્યું હતું પરંતુ અંતમાં ઝિમ્બાબ્વેની કમાલના કારણે પાકિસ્તાન મેચ પર કબજો કરી શક્યું નહોતું અને ઝિમ્બાબ્વેએ માત્ર એક રનથી મેચ જીતી લીધી હતી.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *