આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં શરૂઆત ખાસ રહી ન હતી. પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાએ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી (Virat Kohli)એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે મળીને માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ અંત સુધી ક્રિઝ પર રહીને ટીમને જીત અપાવી.
કોહલીની સાથે હાર્દિકે પણ પાકિસ્તાનને જખમ આપ્યો

ગયા વર્ષે UAEમાં મળેલી હારનો બદલો લેતા ભારતની જીત બાદ આખી ટીમ મેદાનમાં આવી હતી. કોહલી ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ મેચમાં શાનદાર રમત બતાવી હતી. તેણે 37 બોલમાં 40 રનની સ્માર્ટ ઇનિંગ રમી હતી. આ દરમિયાન હાર્દિકે બે સિક્સર અને એક ફોર ફટકારી હતી.
છેલ્લા વિશ્વ કપનો બદલો લીધો

એક વર્ષ પહેલા આ જ પાકિસ્તાની ટીમ સામે ભારતીય ટીમને UAEમાં 10 વિકેટે હાર મળી હતી. આવી સ્થિતિમાં ભારતે મેલબોર્નમાં રમાયેલી મેચમાં બરાબર 264 દિવસ બાદ પોતાની હારનો બદલો લીધો.
બોલરોએ પણ મચાવી તબાહી

આ મેચમાં ટીમના બેટ્સમેન ઉપરાંત બોલરોએ પણ તબાહી મચાવી હતી. અર્શદીપ સિંહ અને હાર્દિકે મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારના ખાતામાં એક-એક વિકેટ આવી.