જે ટોપ ત્રણ પોઈન્ટ છે તેમાંથી એક સફળ થયો
ભારતે પાકિસ્તાન પર હાવી થવા માટે તેના બન્ને ઓપનરોને જલદી પેવેલિયન ભેગા કરવા જરુરી હતા, જેમાં ભારત સફળ થયું છે. જે અર્શદીપ સામે સવાલો ઉઠાવાઈ રહ્યા હતા તેણે જ પોતાની બે ઓવરમાં મહત્વની બે વિકેટ લઈને ભારતનું પલડું મજબૂત બનાવ્યું છે.
બાબર આઝામ અને રિઝવાન આ બન્ને ખેલાડીઓ સેટ થાય તે પહેલા જ તેમને પેવેલિયન ભેગા કરવાનું કામ અર્શદીપ સિંઘે કર્યું હતું. આ બન્ને ખેલાડીઓ લગભગ દરેક મેચમાં 50 ઉપરનો સ્કોર કરી રહ્યા હતા.
અમ્પાયરે બાબર આઝમને આઉટ આપ્યો પછી પણ તેણે રિવ્યૂ લીધો હતો, પરંતુ તેને નિરાશા જ મળી હતી. જોકે, ભારત સામે બાબર આઝમનો રેકોર્ડ ખરાબ જ રહ્યો છે.
હવે ભારતે જે ત્રણ પોઈન્ટ ધ્યાનમાં રાખવાની જરુર છે તેમાં આ બે બાબતો મહત્વની સાબિત થશે.
2. શરુઆતમાં વિકેટ ના ગુમાવી જોઈએ
ભારતે જ્યાં પાવરપ્લેમાં બે વિકેટ લીધી છે ત્યારે હવે બેટિંગ દરમિયાન શરુઆતમાં ટીમે વિકેટ ગુમાવવી ના જોઈએ. પાકિસ્તાન માટે શાહીન આફ્રીદી સાથે નસીમ શાહ બોલિંગ સંભાળે છે. બન્ને પાસે સારી સ્પીડ છે. તેઓ લગાતાર 140 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ સ્પીડે બોલ નાખી શકે છે.
મેલબોર્નની પિચમાં બાઉન્સ પણ છે. ત્યાં સતત વાદળો છવાયેલા રહે છે અને તેનાથી બોલરનો સ્વિંગ પણ મળે છે. એવામાં ભારતે કોશિશ કરવાની રહેશે કે શરુઆતમાં વિકેટ ના ગુમાવે. રોહિત શર્મા અને કેએલ રાહુલે આ જવાબદારી લેવી પડશે. પાછલા વર્ષે શાહીન આફ્રીદીને બન્ને શિકાર બનાવ્યા હતા.
3. મેદાન મોટા, જૂની આદતો સાથે રમવું પડશે
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાના સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવી રહ્યું છે. તેની બાઉન્ડ્રી 90 મીટર લાંબી છે. આ કારણે આ મેદાન પર હજુ સુધી T20 ઈન્ટરનેશનલ મેચમાં ક્યારેય 190+નો સ્કોર બની શક્યો નથી. ભારતે અહીં નવા અપ્રોચને છોડીને જૂની સ્ટાઈલમાં રમવું પડશે. પહેલા બોલથી અટેક કરવાનો ફોર્મ્યુલા અહીં ચાલવો મુશ્કેલ છે. એવામાં ભારતીય બેટ્સમેનને પહેલા પીચ પર સેટ થઈને પછી ઝડપથી બેટિંગ કરવાની કોશિશ કરવી પડશે.