ind vs pak match, ભારતે ફરી એક વખત મારી પેટ પર લાત, જય શાહની વાતથી પાકિસ્તાનમાં કેમ મચી છે બબાલ? - asia cup 2023, ind vs pak: explainer: why pakistan wants series with india

ind vs pak match, ભારતે ફરી એક વખત મારી પેટ પર લાત, જય શાહની વાતથી પાકિસ્તાનમાં કેમ મચી છે બબાલ? – asia cup 2023, ind vs pak: explainer: why pakistan wants series with india


નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટમાં હાલ હલચલ મચી ગઈ છે, તેનું કારણ છે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહનું એક નિવેદન. જય શાહે એમ કહીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો કે, એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. તેમની આ વાત પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ અને બોર્ડના અધ્યક્ષ બોખલાઈ ગયા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કહેવાયું કે, ભારતની ટીમ પાકિસ્તાનમાં રમવા નહીં આવે તો, પાકિસ્તાન પણ વન-ડે વર્લ્ડ કપ 2023નો વિરોધ કરશે અને ભારતમાં રમવા નહીં આવે, તો શાહીદ આફ્રિદીએ આ નિર્ણયને ભારતીય વહીવટકર્તાઓનો ઓછો અનુભવ હોવાનું જણાવ્યું.

સમયાંતરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ અને બોર્ડ ભરાત સાથે સીરિઝ રમવાની વાત કરીને પોતાની દુકાન ચલાવતા રહે છે. એવો આરોપ પાકિસ્તાનના ખેલાડીઓ જ એકબીજા પર લગાવતા રહે છે, પરંતુ જેવી ભારત તરફથી પ્રતિક્રિયા આપવામાં આવે છે, એ લોકોને મરચાં લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ત્યાં સુધી કહી ચૂક્યા છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સામે સીરિઝ ઈચ્છે છે, પરંતુ ભારતની સરકાર એવું નથી ઈચ્છતી. તેમણે નામ તો નથી લીધું, પરંતુ તેમનો સીધો અર્થ પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને જય શાહ સાથે હતો.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની જ્યારે 18 ઓક્ટોબરે એજીએમ મળી તો, તેના એક દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા કે, બીસીસીઆઈ પાકિસ્તાન પ્રવાસ માટે તૈયાર છે, પરંતુ તે સરકાર પર નિર્ભર કરશે. જોકે, એક દિવસ પછી જ જય શાહે બીજો કાર્યકાળ સંભાળતાની સાથે જ પાકિસ્તાનનું દિલ એમ કહેતા તોડી નાખ્યું કે અમે નિર્ણય કર્યો છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. આવો, સમજીએ કે આખરે ભારતના ઈનકારથી પાકિસ્તાન કેમ આટલું બોખલાઈ ગયું છે…

ભારતના પ્રવાસથી મોટી કમાણી
જો ભારતીય ટીમ પાકિસ્તાન જાય છે તો, તેને એક મેચથી જ એટલી રેવન્યુ થશે, જેટલી કે સમગ્ર ટૂર્નામેન્ટમાં ન થઈ શકે. ટીમ ઈન્ડિયાની ફેન ફોલોઈંગ વધુ છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે પાકિસ્તાની ફેન્સ આતુર હોય છે, તેનું ઉદાહરણ એશિયા કપમાં જોવા મળ્યું હતું. પૂર્વ ક્રિકેટર્સ પોતાના અનુભવ શેર કરતા કહે છે કે, પાકિસ્તાનના લોકો જ્યાં પણ મળે છે, ઘણો આદર આપે છે. રેસ્ટોરન્ટ અને હોટલોનું બિલ નથી ભરવા દેતા. તેનાથી તેમની ઈન્ટરનેશનલ વ્યુવરશિપ પર પણ ઘણી પોઝિટિવ અસર પડે છે.

ઈન્ટરનેશનલ લેવલ પર શાખ ઊભી થઈ શકે
પાકિસ્તાન માટે હાલ સૌથી જરૂરી વાત એ છે કે, તેની શાખ ઈન્ટરનેશનલ લેવલ પર સારી બને. કેટલીક આંતરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ચોક્કસ કર્યો છે, પરંતુ તેમના મોટાભાગના ખેલાડીએ પ્રવાસમાં જોડાવવાનો ઈનકાર કરી દે છે. પરંતુ, જો ભારતની ટીમ ત્યાં પ્રવાસ કરે છે, તો તેનાથી પાકિસ્તાનની શાખ ઘણી સારી થશે અને મોટા ક્રિકેટર્સ પણ પાકિસ્તાન જવાનું પસંદ કરશે. જોકે, હાલમાં એવું જોવા નથી મળ્યું. જેવું કે બીસીસીઆઈએ ચોખ્ખા શબ્દોમાં જવાનો ઈનકાર કરી પોતાની વાત સ્પષ્ટ કરી દીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *