અટેકર જેવો જ ફ્રી કિક લેવા માટે આગળ વધ્યો, પરેરાએ પોતાનું શોર્ટસ નીચે ખેંચી ગુપ્તાંગ બતાવવાની શરમજનક હરકત કરી. ડેઈલી સ્ટાર મુજબ, જે સમયે કેમેરો ફ્રી કિક ડિફેન્ડ કરનારા ખેલાડીઓ પર ઝૂમ કરી રહ્યો હતો, ત્યારે પરેરાની શરમજનક હરકત પણ તેમાં કેદ થઈ ગઈ હતી. જોકે, પરેરાની આ હરકત કામ કરી ગઈ, કેમકે ફ્રી કિકથી ગોલ ન થઈ શક્યો. પરેરાનું નસીબ સારું રહ્યું કે, તે અમ્પાયરની નજરમાં ન આવ્યો.
પરેરાની આ હરકત છતાં 94મી મિનિટમાં જગુઆરેસની ટીમે ગોલ ફટકારી સાંતા ફેને હરાવી દીધી. મેચનું પરિણામ 2-1 રહ્યું. જોકે, આવું પહેલી વખત નથી થયું કે, જ્યારે કોઈ એથલીટે મેદાન પર આવી હરકત કરી હોય. 2015માં લેબ્રોન જેમ્સ એનબીએ ફાઈનલ દરમિયાન જ્યારે પોતાની જર્સી અને શોર્ટસને વ્યવસ્થિત કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી કેમેરામાં તેનો પ્રાઈવેટ પાર્ટ જોવા મળી ગયો હતો. એક રનર પણ આ વર્ષની શરૂઆતમાં કંઈક આ જ રીતે કેમેરામાં કેદ થયો હતો, જ્યારે 400 મીટર સ્પ્રિંટ કોમ્પિટિશન પૂરી કરી રહ્યો હતો, ત્યારે તેનો પ્રાઈવેટ પાર્ટ શોર્ટ્સની બહાર આવી ગયો હતો.