USAમાં અલગ જ અંદાજમાં દેખાયા ગીતા રબારી, જેટ સ્કીની રાઈડ માણી, ગોલ્ફ પર અજમાવ્યો હાથ
અમેરિકામાં પોસ્ટ-નવરાત્રી ઈવેન્ટમાં વ્યસ્ત કિંજલ દવે
કિંજલ દવેએ આ પહેલા સાન ફ્રાન્સિસ્કોમાં ઓપન ગ્રાઉન્ડમાં ગરબા ઈવેન્ટ યોજી હતી. જ્યાં લોકોની ચિક્કાર ભીડ ઉમટી હતી. ઈવેન્ટ ખતમ થયા બાદ લોકગાયિકાએ ગરબા રમવા આવેલા ખેલૈયાઓ સાથે તસવીર પણ ક્લિક કરાવી હતી અને લખ્યું હતું ‘હું શાંત બેસી શકું તેમ નથી. અદ્દભુત દર્શકોની સાથે સાન ફ્રાન્સિસ્કોમાં શો શાનદાર રહ્યો’. તેના પર કોમેન્ટ કરતાં ગુજરાતી સિંગર ઉર્વશી રાદડિયાએ તેને ‘પ્રિન્સેસ’ ગણાવી હતી. તો તેના પિતા લલિત દવેએ પણ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા.
પહેલી કરવા ચોથ પર દુલ્હનની જેમ તૈયાર થઈ અંકિતા લોખંડે, પતિના ખોળામાં બેસી ગાયું સોન્ગ
અમેરિકાના રસ્તાઓ પર આપ્યા પોઝ
ગરબા ઈવેન્ટ બાદ વધતાં સમયમાં કિંજલ દવે અમેરિકાના શહેરોના રસ્તા પર ફરવાનો આનંદ પણ માણી રહી છે. એક દિવસ પહેલા જ તેણે બેન્ચ પર ઊંઘીને પોઝ આપતી તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘હેલ્લો પાનખર, હું તારા પ્રેમમાં પડી ગઈ છું’. આ સિવાય બે દિવસ પહેલા તે એકલી ડિનર ડેટ પર પણ ગઈ હતી. તેણે આ દરમિયાનની પોતાની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘ગમે તે હોય. હું માત્ર મને ડેટ કરીશ’.
નાની ઉંમરમાં જ મેળવી સફળતા
કિંજલ દવે માત્ર 22 વર્ષની જ છે, પરંતુ આટલી નાની ઉંમરમાં તેણે સફળતાના શિખરો સર કરી લીધા છે. આ વર્ષની શરૂઆતમાં તેણે પોતાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી હતી. તેણે મર્સિડિઝ બેન્ઝ ખરીદી હતી અને તેની તસવીર શેર કરીને ગર્વ પણ લીધો હતો. તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેણે બાળપણના મિત્ર પવન જોશી સાથે સગાઈ કરી છે. બંને ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની સુંદર તસવીરો શેર કરતાં રહે છે.
Read Latest Entertainment News And Gujarati News