ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી.
કાશ્મીરના પહલગામમાં 39 જવાનોને લઈને જતી બસ નદીમાં પડી છે. તેમાં 7થી વધારે જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થઈ છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા.
જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં રોકાયેલા ITBP જવાનોને લઈને જતી બસને અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માતમાં 6 જવાનોના મોત થયા છે જ્અયારે નેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.
જાણકારી અનુસાર બસની બ્રેક ફેલ થયા બાદ તે બેકાબુ થઈ ગઈ અને ઉંડી ખીણમાં પડી ગઈ. તમામ જવાન ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં જવાનોના ઘાયલ થવાની આશંકા છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.