Hardik Pandya 29th Birthday: પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો. હાર્દિકની કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ વાળી રહી છે. ઈજાના કારણે તેને ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જ્યારે બોલિંગ ન કરી શકવાના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું.
હાઈલાઈટ્સ:
- હાર્દિક પંડ્યાએ પર્થમાં ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં કેક કાપીને પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી હતી
- ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે, 23 ઓક્ટોબરે તે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે
- પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો
પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો. હાર્દિકની કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ વાળી રહી છે. ઈજાના કારણે તેને ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જ્યારે બોલિંગ ન કરી શકવાના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે, આઈપીએલ-2022 દ્વારા તેણે કમબેક કર્યું હતું. તેને આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેણે ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના ખાસ દિવસ પર પોતાના પરિવારને યાદ કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તે પોતાના પુત્રને મિસ કરી રહ્યો છે.
ટી20 ટીમમાં તેણે પુનરાગમન કર્યું ત્યારથી તેનું ફોર્મ ઘણું દમદાર રહ્યું છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 19 મેચમાં 150થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 436 રન નોંધાવ્યા છે. ભારતીય ખેલાડીઓ પર્થમાં છે અને ત્યાં તેમના પરિવારજનો તેમની સાથે નથી કેમ કે ત્યાં આઠ દિવસનો ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટેનો કેમ્પ ચાલી રહ્યો છે. ભારતે સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે વોર્મ અપ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.
ભારતે પ્રથમ વોર્મ અપ મેચમાં વિજય નોંધાવ્યા હતો અને હવે તે વેસ્ટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે 13 ઓક્ટોબરે પોતાની બીજી વોર્મ અપ મેચ રમશે. ભારત ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો પ્રારંભ 23 ઓક્ટોબરે કરશે. ભારત મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ મેચ રમશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ